Ind vs SA, Innings Highlights:દક્ષિણ આફ્રીકાએ બીજી વનડેમાં જીત મેળવી સીરીઝ પર કર્યો કબજો, ભારતનું પ્રદર્શન નિરાશાજનક
સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે. પાવરપ્લે અને મિડલ ઓવરમાં ભારતીય બોલર્સનું શરમજનક પ્રદર્શન રહેતા ટીમ જરૂર હતી ત્યારે વિકેટ ઝડપી શકી નહી.
ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથણ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા સામે 288 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં આફ્રિકાની ટીમે 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસિલ કર્યો છે. સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે. પાવરપ્લે અને મિડલ ઓવરમાં ભારતીય બોલર્સનું શરમજનક પ્રદર્શન રહેતા ટીમ જરૂર હતી ત્યારે વિકેટ ઝડપી શકી નહી. પરિણામે સાઉથ આફ્રિકન બેટ્સમેનોએ સરળતાથી ટાર્ગેટ હાંસિલ કરી મેચ જીતી સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે.
શાર્દુલ ઠાકુરે અણનમ 40 અને અશ્વિન અણનમ 25 રનની ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 287 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી પંતે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. તે સિવાય કેએલ રાહુલ 55 રનનું યોગદાન આપ્યું છે. શિખર ધવન 29, વેંકટેશ ઐય્યર 22, શ્રેયસ ઐય્યરે 11 રન બનાવ્યા હતા. કોહલી શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ઈન્ડિયન ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત તરફથી મળેલા 288 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને ડિકોક અને મલાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 22 ઓવરમાં 132 રનની ભાગીદારી કરી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન ટેમ્બા બાવુમાએ 36 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા.
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), યાનમન મલાન, ક્વિન્ટન ડિકોક , એડન માર્કરમ, રેસી વેન ડર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહુલકવાયો, સિસાંદ મગાલા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, તબરેઝ શમ્સી.