IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકાને 48 રનથી હરાવ્યું, ભારતના બેટ્સમેનો અને બોલરોનું શાનદાર પ્રદર્શન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા જો આજે હારશે તો શ્રેણી ગુમાવશે.

Background
IND vs SA, 3rd T20, ACA-VDCA Stadium: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્રથમ બે T20 હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા જો આજે હારશે તો શ્રેણી ગુમાવશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં પ્રથમ વખત સિરીઝ જીતવાની ઈરાદા સાથે ઉતરશે.
બોલરો માટે પીચ સારી છેઃ
આ પીચ પર બે ટી-20 મેચો પર નજર કરીએ તો અહીં બોલરોનો દબદબો રહ્યો છે. 2016માં અહીં પહેલી T20 રમાઈ હતી, જેમાં શ્રીલંકાની ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોએ 7 વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં ભારતીય ટીમ માત્ર 126 રન જ બનાવી શકી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે વિનિંગ રન લઈને મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઝડપી બોલરો અને સ્પિનરોને સમાન મદદ મળી હતી. આવી સ્થિતિમાં, આશા છે કે આજની મેચમાં પણ અહીં બોલરોને મદદ મળી શકે છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને ઓલ આઉટ કરી મેચ જીતી
ભારતે દક્ષિણ આફ્રિકાને ઓલ આઉટ કરીને 48 રનથી મેચ જીતી લીધી. આજની મેચના પરીણામ બાદ 5 મેચોની ટી20 સીરીઝમાં દક્ષિણ આફ્રિકા 2-1થી આગળ છે.
દ. આફ્રિકાને જીત માટે 36 બોલમાં 85 રનની જરુર
14 ઓવરના અંતે આફ્રિકાનો સ્કોર 95 રન પર 5 વિકેટ. હાલ પાર્નેલ અને ક્લાસેન રમતમાં છે. દ. આફ્રિકાને જીત માટે 36 બોલમાં 85 રનની જરુર છે.




















