IND vs SA, 4th T20: રાજકોટમાં પંત સામે મોટી ઈનિંગ રમવાનો પડકાર, આ ભૂલથી બચવું પડશે
IND vs SA: પંતે આ સીરીઝમાં અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી નથી. જો કે પંત એટલો શાનદાર બેટ્સમેન છે કે કોઈપણ ફોર્મેટમાં જ્યારે તેની ટીકા થાય છે ત્યારે તે શાનદાર ઇનિંગ્સથી બધાના મોં બંધ કરી દે છે.
IND vs SA, 4th T20, Rajkot: રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-2થી પાછળ છે અને આ મેચમાં કરો યા મરોની સ્થિતિનો સામનો કરી રહી છે. ભારત માટે સૌથી મોટો પડકાર સુકાની ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે.
પંતે આ ખામી કરવી પડશે દૂર
વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે પોતાની ભૂલો સુધારીને મોટી જીત નોંધાવી હતી. પરંતુ કેપ્ટન ઋષભ પંતનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું હતું. પંતે આ સીરીઝમાં અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી નથી. જો કે પંત એટલો શાનદાર બેટ્સમેન છે કે કોઈપણ ફોર્મેટમાં જ્યારે તેની ટીકા થાય છે ત્યારે તે શાનદાર ઇનિંગ્સથી બધાના મોં બંધ કરી દે છે અને ચોથી મેચમાં તેની આ તક છે. સાઉથ આફ્રિકાના બોલરોએ તેના બેટને રોકીને તેને જોઈતો શોટ રમવા દીધો નથી અને ઘણી વખત તે જાળમાં ફસાઈ જાય છે. તેઓએ આ ખામીને દૂર કરવી પડશે.
પંતને અચાનક મળી કેપ્ટનશિપ
આ સાથે જ શરૂઆતની મેચોમાં ઋષભ પંતની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉભા થયા છે. અનુભવી ખેલાડીઓનું માનવું છે કે ઋષભ પંત આ શ્રેણીમાં અણીના સમયે બોલરોના ઉપયોગને લઈને યોગ્ય નિર્ણય લઈ શક્યો નથી. ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટેના દાવાઓને ધ્યાનમાં રાખીને રિષભ પંતે કોઈપણ કિંમતે આ તકનો લાભ ઉઠાવવો પડશે.
જોકે, ઋષભ પંત પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. આ શ્રેણી માટે ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેએલ રાહુલની ઈજાના કારણે રિષભ પંતને કેપ્ટનશિપની જવાબદારી મળી છે.
ભારતનો કેવો છે આ મેદાન પર રેકોર્ડ
રાજકોટમાં 10 ઓક્ટોબર 2013 ના રોજ રમાયેલી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હાર આપી હતી યુવરાજ સિંહે 35 બોલમાં અણનમ 77 રન ફટકાર્યા હતા. ભારતે 19.4 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 202 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.
4 નવેમ્બર 2017ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 મેચમાં ભારતની હાર થઇ હતી. ન્યૂઝીલેન્ડના 196 રનના જવાબમાં ટીમ ઇન્ડિયા સાત વિકેટે 154 રન જ કરી શકી હતી.
7 નવેમ્બર 2019 ના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી ટી200 મેચમાં 8 વિકેટથી વિજય થયો હતો ભારતે રોહિત શર્માના 85 રનની મદદથી બે વિકેટ ગુમાવીને 154 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો
ઇન્ડિયાના આ ખેલાડીઓ ખંઢેરી મેદાનમાં રમવાના છે અનુભવી
ભારતીય ટીમના પાંચ ખેલાડી અહીં રહી ચૂક્યા છે. યુઝવેંદ્ર ચહલ, શ્રેયસ ઐય્યર ભુવનેશ્વર અહીં બે મેચ રમી ચૂક્યા છે જ્યારે ગુજરાતી અક્ષર પટેલ અને હાલનો વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા અહીં એક એક આંતરરાષ્ટ્રીય ટી-20 રમ્યા છે. રિષભ પંત અહીં વિન્ડીઝ સામે ટેસ્ટમાં 92 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ડી કોક, રબાડા અને ડેવિડ મિલર પણ રાજકોટમાં રમવાથી પરિચિત છે.