IND vs SA Final: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે ટી20 વર્લ્ડકપની ફાઇનલ, 'ફ્રી'માં આ રીતે જુઓ લાઇવ
IND vs SA Final Live Streaming And Telecast Details: ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે શનિવાર, 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે
IND vs SA Final Live Streaming And Telecast Details: ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે શનિવાર, 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. બંને વચ્ચે ટાઈટલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની બીજી ટ્રોફી જીતવા માંગશે, જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ ટ્રોફીની શોધમાં મેદાનમાં ઉતરશે. તો અમને જણાવો કે તમે આ ટાઈટલ ફાઈટ ક્યારે, ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોઈ શકો છો.
ક્યાં રમાશે મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે.
ક્યારે રમાશે મેચ ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઈટલ મેચ આજે એટલે કે 29 જૂન, શનિવારે રમાશે. બાર્બાડોસના સ્થાનિક સમય અનુસાર મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ટીવી પર ક્યાં જોઇ શકાશે લાઇવ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
'ફ્રી'માં કઇ રીતે જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર દ્વારા કરવામાં આવશે, જ્યાં તમે આ મેચ મોબાઈલ પર 'ફ્રી' જોઈ શકશો.
ટી20 વર્લ્ડકપ ફાઇનલ માટે ભારતીય સ્ક્વૉડ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન.
ટી20 વર્લ્ડકપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની સ્ક્વૉડ
એઇડન માર્કરમ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કૉએત્ઝી, ક્વિન્ટન ડી કૉક, બીજોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, ટ્રિબાઈઝ સ્ટબ્સી,