India vs South Africa 1st ODI: આજે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે, કેપ્ટન શિખર ધવન મચાવશે ધમાલ
ભારતીય ટીમે ઘરઆંગણે T20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે.
India vs South Africa 1st ODI: ભારતીય ટીમે ઘરઆંગણે T20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે. સીરિઝની પ્રથમ મેચ આજે (6 ઓક્ટોબર) લખનઉના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
💬💬 ‘We have a good squad and it is great to see fresh energy and enthusiasm among the new players in the side’ - #TeamIndia captain @SDhawan25 ahead of the #INDvSA ODI series 👍 pic.twitter.com/IxuwGy5BBF
— BCCI (@BCCI) October 5, 2022
આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ સીરિઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ શિખર ધવન ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. રોહિત હવે સીધો T20 વર્લ્ડ કપમાં રમશે, જ્યારે ધવન વર્લ્ડ કપમાંથી બહાર છે.
રોહિત ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત સહિત અન્ય સિનિયર ખેલાડીઓને આ વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. આટલા સિનિયરોને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. રોહિત અને કોહલીની ગેરહાજરીમાં ધવન પાસે સીરિઝમાં ધમાલ મચાવવાની તક છે.
બાકીના સિનિયર્સને કારણે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં યુવાઓને સારી તક મળી છે. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહેમદ, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. સંજુ સેમસનને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
સીરિઝ બાદ દીપક-શ્રેયસ ઓસ્ટ્રેલિયા જશે
ટીમ ઈન્ડિયા પ્રથમ વનડે મેચ માટે લખનઉ પહોંચી ગઈ છે અને ખેલાડીઓએ પ્રેક્ટિસમાં ઘણો પરસેવો પાડ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચહર અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ આ વનડે સીરિઝમાં રમતા જોવા મળશે. આ બંનેને ટી-20 વર્લ્ડકપ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યા છે. શ્રેયસને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. શ્રેણી બાદ બંને ખેલાડીઓ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે.