(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA: અક્ષર પટેલને એક જ ઓવર આપવાના સવાલ પર ભડક્યો રાહુલ દ્રવિડ, આપ્યો આક્રમક જવાબ
દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 49 રને પરાજય થયો હતો. આ હારનું મુખ્ય કારણ ભારતની ખરાબ બોલિંગ હતી.
Rahul Dravid on Axar Patel: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 49 રને પરાજય થયો હતો. આ હારનું મુખ્ય કારણ ભારતની ખરાબ બોલિંગ હતી. આ મેચમાં ફોર્મમાં ચાલી રહેલા સ્પિન બોલર અક્ષર પટેલને ભારત તરફથી માત્ર એક ઓવર ફેંકવા આપાઈ હતી. મેચમાં ભારતની હાર પછી, પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પ્રશ્ન પૂછાયો હતો કે, અક્ષરને શા માટે એક જ ઓવર અપાઈ? આ પ્રશ્નનો દ્રવિડે આક્રમક જવાબ આપ્યો હતો.
દ્રવિડે શું કહ્યું?
ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે અક્ષર પટેલને એક જ ઓવર અપાવા અંગે થયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે, મેચ-અપ મહત્વનું હોય છે અને ટીમ માટે તે ખુબ જરુરી છે. એકલા બોલરની ક્વોલિટીનું સમર્થન કરવા કરતાં પણ મેચ-અપનું મહત્વ વધુ હોય છે. આ તમારા માટે છે કે, તમે તેની સારી રીતે તપાસ કરો અને આંકડા જુઓ. આપણી ટીમ સિવાય અન્ય ટીમો પણ મેચ-અપનો ઉપયોગ કરતી હોય છે. આવું કરવાવાળા ફ્કત આપડે જ નથી.
દ્રવિડે કહ્યું કે, તમારે પહેલાં મેચ-અપ વિશે તપાસ કરવી જોઈએ. ડાબા હાથના સ્પિનરોની સામે રમતા ડાબોડી બેટ્સમેનના આંકડાઓ વિશે પણ તમારે ખાસ તપાસ કરવી જોઈએ. તમને કદાચ આ આંકડાઓમાં તમારો જવાબ મળી જશે. હું તમને અપિલ કરીશ કે તમે આ બધા આંકડાની તપાસ કરી લો.
ડેથ ઓવરની બોલિંગને લઈને મોટું નિવેદન
રાહુલ દ્રવિડે કહ્યું, 'ચોક્કસપણે અમે દરેક વિભાગમાં પોતાને સુધારવા માંગીએ છીએ. ખાસ કરીને છેલ્લી ઓવરોની બોલિંગમાં અમારે ધ્યાન આપવું પડશે. પરંતુ તમે એ પણ જાણો છો કે સપાટ વિકેટ પર ડેથ ઓવરોમાં બોલિંગ કરવું ક્યાંય સરળ નથી. આ માત્ર આપણી ટીમને જ નહીં પરંતુ અન્ય ટીમોને પણ લાગુ પડે છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો, જેમના બોલરો પાસે સારો અનુભવ છે, તે પણ આ વિકેટો પર ડેથ ઓવરોમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો..