શોધખોળ કરો

IND vs SA: સાઇ સુદર્શન અને રજત પાટીદાર વન-ડે ટીમમાં સામેલ, ટી-20માં આક્રમક પ્રદર્શન કરનાર રિંકૂ સિંહને પણ મળ્યું સ્થાન

IND vs SA: ભારતીય ટીમ ડિસેમ્બરથી ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. બીસીસીઆઈએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી છે.

IND vs SA ODI, Sai Sudharsan Rajat Patidar And Rinku Singh: ભારતીય ટીમ ડિસેમ્બરથી ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. બીસીસીઆઈએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી છે. આફ્રિકાનો આ પ્રવાસ રજત પાટીદાર અને સાંઈ સુદર્શન જેવા અનકેપ્ડ બેટ્સમેન માટે ગેમ-ઓપનર સાબિત થઈ શકે છે, કારણ કે બંનેને વન-ડે  ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે અને બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. આ સિવાય ટી-20માં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને પણ વન-ડેની ટીમમાં સ્થાન મળ્યું છે

કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં માત્ર યુવા ખેલાડીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં આરસીબી તરફથી રમતા 30 વર્ષીય રજત પાટીદાર થોડા સમયથી ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તે વિજય હજારે ટ્રોફીમાં રમ્યો અને તેના શાનદાર પ્રદર્શને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઉપરાંત સાઈ સુદર્શન વિજય હજારે ટ્રોફીમાં પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તમિલનાડુ તરફથી રમતા સાઈ સુદર્શને ટૂર્નામેન્ટમાં ગોવા સામે રમાયેલી મેચમાં 125 રનની ઈનિંગ રમી હતી. સુદર્શને તેના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.

ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે શાનદાર દેખાવ કરનાર રિંકૂ સિંહને હવે વનડેમાં પણ તક આપવામાં આવી છે. રિંકૂએ ઓગસ્ટ 2023માં આયરલેન્ડ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રિંકુએ અત્યાર સુધી 8 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 4 ઇનિંગ્સમાં તેણે ફિનિશરની ભૂમિકા ભજવી છે અને 216.94ની જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 128 રન બનાવ્યા છે. રિંકુ ચારમાંથી ત્રણ ઇનિંગ્સમાં અણનમ પરત ફર્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે ભારતની ODI ટીમ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત

ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે

Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Embed widget