IND vs SA 2nd Test: ધ વાંડરર્સમાં લોર્ડ શાર્દુલનો કમાલ, આ કારનામું કરનારો બન્યો છઠ્ઠો ભારતીય બોલર
શાર્દુલ ઠાકુરે ધ વાંડરર્સમાં 5 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બોલર છે.
Shardul Thakur 5 Wickets In Johannesburg India vs South Africa: : જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મેચના બીજા દિવસે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવ્યો હતો.. શાર્દુલ ધ વાંડરર્સ ખાતે ભારત માટે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો હતો. તેના પહેલા મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને અનિલ કુંબલે આ કારનામું કરી ચુક્યા છે.
જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી આફ્રિકન ટીમે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. મેચના બીજા દિવસે પીટરસન અને ડીન એલ્ગર વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. આ ભાગીદારીને તોડવા માટે ભારતીય કેપ્ટને શાર્દુલને બોલિંગમાં ઉતાર્યો હતો. શાર્દુલે એલ્ગરને 28 રન પર આઉટ કર્યો હતો. પીટરસન 62 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટેમ્બા બાવુમા અને વાન ડેર ડ્યુસેન શાર્દુલનો શિકાર બન્યો. બાદમાં, કાયલેગ રેન પણ માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
શાર્દુલ ઠાકુરે ધ વાંડરર્સમાં 5 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બોલર છે. તેના પહેલા અનિલ કુંબલેએ 1992/93માં 53 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ પછી જવાગલ શ્રીનાથે 1996/97માં 104 રન આપીને 5 વિકેટ લીધી હતી. 2006/07માં શ્રીસંતે 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે વર્ષ 2017/18માં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ પણ 29 રન આપીને 5 વિકેટ લીધી હતી.
A 5-WKT haul for @imShard 👏👏
— BCCI (@BCCI) January 4, 2022
This is his first five-wicket haul in Test cricket.
Live - https://t.co/b3aaGXmBg9 #SAvIND pic.twitter.com/jAfTaC2hwd