IND vs SA: પ્રથમ ટેસ્ટમાં ભારતની ભૂંડી હાર, સાઉથ આફ્રિકાએ ઈનિંગ અને 32 રનથી રગદોળ્યું
india vs South Africa 1st Test Match Highlights: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી.
India vs South Africa 1st Test Match Highlights: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી. પરિણામ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં આવ્યું. યજમાન ટીમે આ મેચ ઇનિંગ્સ અને 32 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી.
1ST Test. South Africa Won by an innings and 32 Run(s) https://t.co/032B8Fn3iC #SAvIND
— BCCI (@BCCI) December 28, 2023
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી હતી. શરુઆતથી જ આ મેચમાં યજમાન આફ્રિકાની ટીમ ભારત પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર બંને ઇનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ભારત માટે, કોઈપણ ટોપ ઓર્ડર બેટ્સમેન બંને ઇનિંગ્સમાં 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. તેનો અર્થ એ છે કે ભારત માટે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મામાંથી કોઈ પણ બંને ઇનિંગ્સમાં 30 રન સુધી પહોંચી શક્યું નથી.
That's that from the Test at Centurion.
— BCCI (@BCCI) December 28, 2023
South Africa win by an innings and 32 runs, lead the series 1-0.
Scorecard - https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/Sd7hJSxqGK
મેચમાં યજમાન આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન એટલે કે રોહિત શર્મા, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સસ્તામાં આઉટ થયા હતા. રોહિત શર્માએ પ્રથમ દાવમાં 05 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 17 રન અને શુભમન ગીલે 02 રન બનાવ્યા હતા.
આ પછી બીજી ઈનિંગમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ઝડપથી પડી ગયો. આ બીજી ઇનિંગમાં શુભમન ગિલે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 05 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી સૌથી વધુ 76 રન બનાવ્યા હતા.જ્યારે આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં નાન્દ્રે બર્જરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી જ્યારે જનસેને 3 અને રબાડાએ 2 વિકેટ લીધી હતી.
ભારતની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડીન એલ્ગર, એડન માર્કરમ, ટોની ડીજ્યોર્જ, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીયન (વિકેટમકીપર), માર્કો યાન્સેન, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોત્ઝી, નાન્દ્રે બર્જર.