શોધખોળ કરો

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં જીતનો ટીમ ઇન્ડિયાને થયો ફાયદો, વર્લ્ડ સુપર લીગમાં ટોપ પર પહોંચી

ભારતીય ટીમે તાજેતરમાં સમાપ્ત થયેલી વન-ડે સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી

India vs South Africa: ભારતીય ટીમે તાજેતરમાં સમાપ્ત થયેલી વન-ડે સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. આ શ્રેણી જીત્યા પછી ભારતીય ટીમને મોટો ફાયદો થયો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ મેન્સ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં જોરદાર ફાયદો ઉઠાવીને મોટી છલાંગ લગાવી છે.

ભારતીય ટીમ ટોપ પર પહોંચી

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો 9 રને પરાજય થયો હતો. આ હાર બાદ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઇ હતી પરંતુ બાદમાં સીરિઝની અંતિમ બે મેચમાં ભારતે વાપસી કરી અને બંને મેચ જીતીને શ્રેણી 2-1થી કબજે કરી લીધી. આ બંને મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર છલાંગ લગાવી છે અને વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં ટોપ પર કબજો કરી લીધો છે.

દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમને 20 પોઈન્ટનો ફાયદો થયો છે. આ બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમના કુલ 129 પોઈન્ટ થઈ ગયા છે. 129 પોઈન્ટ સાથે ભારતીય ટીમ હવે આ યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે 2023 ODI વર્લ્ડ કપની યજમાની કરી રહેલી ભારતીય ટીમ આ કારણોસર પહેલાથી જ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરી ચુકી છે.

 ICCએ બે વર્ષ પહેલા વન-ડે સુપર લીગની શરૂઆત કરી હતી. વન-ડે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે, જેમાંથી 8 ટીમો સુપર લીગ પછી સીધી ક્વોલિફાય થશે. તે સુપર લીગના પોઈન્ટ ટેબલના આધારે ક્વોલિફાઈ થશે. આ લીગના પોઈન્ટ ટેબલ પર ભારત 129 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, ઈંગ્લેન્ડ 125 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 120 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 2022નો T20 વર્લ્ડ કપ શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત આ ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને જોઈન કરવા માટે હવે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતથી રવાના થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં શમીએ તેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. શમીની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget