IND vs SL 2nd ODI: ભારતની બીજી વનડેમાં 4 વિકેટથી જીત, સીરીઝ પર 2-0થી જમાવ્યો કબજો
આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે
LIVE
Background
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાશે, આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે. તો બીજીબાજુ રોહિત એન્ડ કંપની જીત સાથે સીરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. ભારત અને શ્રીલંકાની વનડે સીરીઝની આ મહત્વની બીજી વનડે મેચ 12 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
ભારતનો રેકોર્ડ છે દમદાર
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી.
શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા -
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ.
સીરીઝ પર કબજો
કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકત્તનાના ઇડન ગાર્ડન્સ મેદાન પર બીજી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટના નુકશાને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો, આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ પર પણ કબજો જમાવી દીધો હતો.
બીજી વનડેમાં ભારતની 4 વિકેટથી જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી છે, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા તરફથી મળેલા 216 રનોના લક્ષ્યાંકને 40 બૉલ બાકી રહેતા 4 વિકેટથી હાંસલ કરી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-0થી લીડ બનાવીને સીરીઝ પર કબજો જમાવી લીધો છે. હવે ત્રીજી વનડે માત્ર ઔપચારિક બની રહેશે.
ભારતીય ટીમ 100 રનોને પાર
ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર થઇ ચૂક્યો છે. 20 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 101 રન પર પહોંચ્યો છે. હાલમાં કેએલ રાહુલ 15 રન અને હાર્દિક પંડ્યા 7 રન બનાવીને ક્રિઝ પર છે.
15 ઓવર બાદ ટીમ ઇન્ડિયાની સ્થિતિ
ભારતીય ટીમની 15 ઓવરની રમત પૂર્ણ થઇ ચૂકી છે. હાલમાં ટીમ ઇન્ડિયાનો સ્કૉર 15 ઓવરના અંતે 4 વિકેટના નુકશાને 87 રન પર પહોંચ્યો છે. કેએલ રાહુલ 9 રન અને હાર્દિક પંડ્યા શૂન્ય રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યાં છે.
ભારતને મોટો ઝટકો, કોહલી બાદ અય્યર આઉટ
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યર પણ આઉટ થઇ ગયો છે. વિરાટ કોહલીને લાહીરુ કુમારાએ 4 રનના અંગત સ્કૉર પર બૉલ્ડ કર્યા બાદ, થોડી જ વારમાં શ્રેયસ અય્યર પણ પેવેલિયન ભેગો થયો હતો, અય્યરને 28 રનના સ્કૉર પર કુસન રાજિતાએ એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો.