IND vs SL, 2nd T20: ભારતની 7 વિકેટથી જીત, સૂર્યકુમાર – ગંભીરની જોડીએ ભારતને જીતાડી પ્રથમ શ્રેણી
IND vs SL: શ્રીલંકા સામે ભારતે બીજી ટી20 જીતવાની સાથે જ શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે.
IND vs SL, 2nd T20I: બીજી T20માં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી હતી. ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી., ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી મહિષા પથિરાના, વેનેન્દુ હસરાંગા અને મથિશા તિક્ષીનાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ બીજી T20 મેચમાં ભારત સામે 161 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ સૌથી વધુ 34 બોલમાં 53 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 15 ઓવરમાં 130 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરીને યજમાન ટીમને 170ના સ્કોરથી નીચે રોકી દીધી હતી. દરમિયાન, રવિ બિશ્નોઈ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, તેણે તેની 4 ઓવરના સ્પેલમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી.
India ensure series victory with second win in a row 👊#SLvIND: https://t.co/ruw5VGncoa pic.twitter.com/YNmzxFIhI8
— ICC (@ICC) July 28, 2024
ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, અર્શદીપ સિંહે ચોથી ઓવરમાં જ કુસલ મેન્ડિસની વિકેટ લઈને ભારતને સારી શરૂઆત અપાવી હતી, જેના કારણે શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 26 રન થઈ ગયો હતો. જે બાદ પથુમ નિસાંકા અને કુસલ પરેરા વચ્ચે 54 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ નિસાંકા 10મી ઓવરમાં 32 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બીજી વિકેટ પડ્યા બાદ પણ યજમાન ટીમ નબળી પડી ન હતી કારણ કે કુસલ પરેરા અને કામિન્દુ મેન્ડિસે મળીને 50 રન જોડ્યા હતા અને ટીમના સ્કોરને 100ની પાર લઈ ગયા હતા. દરમિયાન, એક જ ઓવરમાં કુસલ પરેરા અને કામિન્દુ મેન્ડિસની વિકેટ પડી જતાં શ્રીલંકાની ટીમ બેક ફૂટ પર હતી.
છેલ્લી 5 ઓવરમાં ભારતનું જોરદાર કમબેક
એક સમયે શ્રીલંકાની ટીમે 15 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. કુસલ પરેરા અને કામિન્દુ મેન્ડિસ જે રીતે બેટિંગ કરી રહ્યા હતા તે જોતા શ્રીલંકા 180-190 રનનો સ્કોર બનાવે તેવી શક્યતા હતી. પરંતુ 16મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પહેલા મેન્ડિસ અને પછી પરેરાને પેવેલિયન મોકલીને યજમાન ટીમને બેવડો ઝટકો આપ્યો હતો. ત્યારપછીની જ ઓવરમાં રવિ બિશ્નોઈએ સતત બે બોલમાં દાસુન શંકા અને વાનિન્દુ હસરંગાની વિકેટ લીધી, પરંતુ હેટ્રિક લેવાનું ચૂકી ગયો. ભારતીય બોલરોએ ડેથ ઓવરોમાં માત્ર 31 રન આપીને શ્રીલંકાને 161 રનના સ્કોર સુધી રોકી દીધું હતું. રવિ બિશ્નોઈએ 3 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે પણ બે-બે વિકેટ લીધી હતી.
ભારતીય ટીમમાં એક બદલાવ
ભારતે ટોસ જીતીને શ્રીલંકા સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે ટીમ આ મેચમાં એક ફેરફાર સાથે પ્રવેશી છે. શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. કમરના દુખાવાના કારણે તેને બેસવું પડ્યું.
ભારત: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ (વિકેટકિપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચારિથ અસલંકા (કેપ્ટન), દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, રમેશ મેન્ડિસ, મહિષ થેક્ષાના, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.
#TeamIndia complete a 7 wicket win over Sri Lanka in the 2nd T20I (DLS method) 🙌
— BCCI (@BCCI) July 28, 2024
They lead the 3 match series 2-0 👍
Scorecard ▶️ https://t.co/R4Ug6MQGYW#SLvIND pic.twitter.com/BfoEjBog4R