T20I Debut: શ્રીલંકા સામે આ તોફાની બેટ્સમેનનું ટી20 ડેબ્યૂ, જાણો વિગતે
ઇંજગ્રસ્ત સંજૂ સેમસનના સ્થાન પર રાહુલ ત્રિપાઠીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામા આવ્યો છે. રાહુલ ત્રિપાઠી ભારત તરફથી આજે નંબર ચાર પર રમતો જોવા મળી શકે છે.
IND vs SL 2nd T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પુણેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાઇ રહી છે, આ મેચમાં ટીમ ઇન્ડિયા બે મોટા ફેરફાર સાથે ઉતરી છે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ ટી20 સીરીઝમાં સારુ પ્રદર્શન કરી રહી છે અને સતત યુવા ખેલાડીઓને તક આપતી રહી છે, હવે આ કડીમાં વધુ એક યુવા તોફાની બેટ્સમેનનું ડેબ્યૂ થયુ છે.
રાહુલ ત્રિપાઠીનું ટી20 ડેબ્યૂ -
આજની પ્લેઇંગ ઇલેવનમાં 31 વર્ષીય રાહુલ ત્રિપાઠીને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. રાંચીમાં જન્મેલા રાહુલ ત્રિપાઠી આજે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી રહ્યો છે, તે ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્રની ટીમ વતી મેદાન પર રમતો જોવા મળે છે. જ્યારે આઇપીએલની વાત કરીએ તો તે સનરાઇઝર્સ હૈદરાબાદનો મીડલ ઓર્ડર બેટ્સમેન છે.
આજની પ્લેઇંગ ઇલેવનમાં હર્ષલ પટેલની જગ્યાએ યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને જગ્યા આપવામા આવી છે, જ્યારે બીજા ફેરફારમાં ઇંજગ્રસ્ત સંજૂ સેમસનના સ્થાન પર રાહુલ ત્રિપાઠીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામા આવ્યો છે. રાહુલ ત્રિપાઠી ભારત તરફથી આજે નંબર ચાર પર રમતો જોવા મળી શકે છે.
ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી -
શ્રીલંકા સામેની બીજી ટી20માં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે, પુણે ટી20માં એમ્પાયર તરીકે જયરમન મદનગોપાલ, નીતિન મેનન, કેએન અનંથાપદ્માનાભન અને રેફરી જગાગલ શ્રીનાથ છે.
#TeamIndia have arrived at the stadium for the second T20I against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/8if6o0uBN7
— BCCI (@BCCI) January 5, 2023
Congratulations to Rahul Tripathi who is all set to make his T20I debut for #TeamIndia 🇮🇳👏#INDvSL @mastercardindia pic.twitter.com/VX1y83nOsD
— BCCI (@BCCI) January 5, 2023
Rahul Tripathi making a deserving debut under camcervid is surprising...anyways we take the W & move ! Do well 👊 pic.twitter.com/hlSrnGBH9q
— Shantanu 🎶 (@Shantanu630) January 5, 2023