India vs Sri Lanka: એશિયા કપના ઈતિહાસમાં ભારત સાથે પ્રથમ વખત બની આ ઘટના, જાણો વિગત
IND vs SL Asia Cup 2023: ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે લીધી હતી.
IND vs SL: એશિયા કપનો સુપર-4 મુકાબલો આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહ્યો છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. તેણે ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. દુનિથ વેલાલેગાએ 40 રનમાં 5 અને અસલંકાએ 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશ તીક્ષ્ણાએ 41 રનમાં 1 વિકેટ લીધી હતી. આમ ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. એશિયા કપમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
ભારતીય બેટ્સમેનો ડુનિથ વેલાલેગા સામે ઘૂંટણિયે પડ્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત દુનિથ વેલાલેગાએ શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 11.1 ઓવરમાં 80 રન જોડ્યા હતા. પરંતુ આ પછી ભારતીય બેટ્સમેનો ઝડપથી આઉટ થતા રહ્યા.
અસલંકાએ નીચલા ક્રમના બેટ્સમેનોને મોકલ્યા પેવેલિયન
ચરિથ અસલંકાએ ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, બુમરાહ, કુલદીપ યાદવને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે તીક્ષ્ણાએ અક્ષર પટેલને આઉટ કર્યો હતો.
ભારતની પ્લેઇંગ-11માં એક ફેરફાર
ભારતની પ્લેઈંગ 11: - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ.
Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc
— ICC (@ICC) September 12, 2023
રોહિત શર્માએ 241 ઇનિંગ્સમાં 10 હજાર રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાનો 22મો રન બનાવતાની સાથે જ આ વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્મા વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી 10 હજાર રનનો આંકડો પાર કરનાર ત્રીજો વ્યક્તિ બની ગયો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ 205 ઇનિંગ્સમાં 10 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ યાદીમાં ભારતના પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે. સચિન તેંડુલકરે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.