શોધખોળ કરો

IND vs SL: આજે રિયાન પરાગને મળી શકે છે મોકો, જાણો કોનું પત્તુ કપાશે ?, આવી હશે ટીમ ઇન્ડિયાની આજની પ્લેઇંગ-11

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 230 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. જો કે, અંત સુધીમાં ટીમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હતી. માનવામાં આવે છે કે બીજી વનડેમાં ભારતની પ્લેઈંગ 11 બદલાઈ શકે છે.

ભારતીય બૉલરો નથી બતાવી શક્યા પ્રભાવ  
આ સીરીઝની બીજી વનડે રવિવારે (4 ઓગસ્ટ) રમાશે. પ્રથમ મેચમાં ભારતીય બેટિંગ ઉપરાંત બૉલિંગ પણ ચર્ચાનો વિષય બની હતી. એક સમયે શ્રીલંકાનો સ્કૉર 101/5 હતો, પરંતુ ભારતીય બૉલરોનું ખરાબ પ્રદર્શન તેમને 230 સુધી લઈ ગયું હતું. મોહમ્મદ સિરાજને પાવરપ્લેમાં સફળતા મળી હતી, પરંતુ પ્રથમ દસ ઓવર પછી તે કોઈ અસર કરી શક્યો ન હતો. આ મેચમાં અર્શદીપને બે વિકેટ મળી હતી, જે તેણે 40મી ઓવર પછી લીધી હતી.

આ બૉલરોને મળી શકે છે મોકો - 
આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે ફાયદાકારક સાબિત થઈ હતી. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની હાજરી છતાં ભારત પાસે સ્પિનરનો અભાવ હતો. શિવમ દુબેને ચાર ઓવર નાખવાની હતી. વળી, એક સમય એવો આવ્યો જ્યારે શુભમન ગીલને પણ બોલ સોંપવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે બીજી વનડેમાં રોહિત પોતાના સ્પિન આક્રમણને મજબૂત કરવા માટે રિયાન પરાગને ટીમમાં સામેલ કરી શકે છે. જો તેને આ સીરીઝની મેચમાં તક મળશે તો તે ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરશે. વળી, કેએલ રાહુલની હાજરીમાં ઋષભ પંત માટે તક મળવી મુશ્કેલ છે. પ્રથમ મેચમાં વિકેટકીપર બેટ્સમેને 31 રનની ઇનિંગ રમી હતી.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 આ પ્રમાણે છે -

ભારતીય ટીમ- 
શુભમન ગીલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રિયાન પરાગ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકન ટીમ- 
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના, દિલશાન મદુશંકા, મથિશા પથિરાના.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?

Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!

ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

Embed widget