IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વનડે અને ટી-20 મેચનો બદલાયો સમય, જાણો લેટેસ્ટ અપડેટ
શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ જાહેરાત કરી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
IND vs SL: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે 18 જુલાઈથી શરુ થતી વનડે સીરીઝને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. બંને ટીમો આગામી સીરીઝ માટે તૈયાર છે. બીસીસીઆઈએ સોમવારે ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાનારી મેચના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ જાહેરાત કરી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે 2:30 ની જગ્યાએ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થવાની હતી.
શ્રીલંકાની ટીમના બે સભ્યો કોરોના સંક્રમિત થયા
શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર (Grant Flower) અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન (GT Niroshan) કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડને આ બંનેના આઈસોલેશન માટે વધુ સમયની જરૂર છે. આ કારણે કાર્યક્રમમાં મોડું થઈ રહ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે (India vs Sri Lanka)વનડે શ્રેણી 18 જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચ કોલંબો (Colambo) ના આર પ્રેમદાસ સ્ટેડિયમ (R. Premdas Stadium) ખાતે રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) છેલ્લા બે અઠવાડિયાથી શ્રીલંકામાં 20 સભ્યો સાથે પ્રેક્ટિસ કરી રહી છે. બીજી તરફ, શ્રીલંકાના ક્રિકેટરોને પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે. આ ટૂરની બધી મેચ સોની સિક્સ, સોની ટેન-3 અને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચાહકો તેની લાઇવ સ્ટ્રીમિંગને સોની લિવ પર જોઈ શકશે.