IND Vs WI, Innings Highlights: વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનમાં ઓલ આઉટ, કુલદીપ-જાડેજાની શાનદાર બોલિંગ
India vs West Indias 1st ODI Innings Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
India vs West Indias 1st ODI Innings Highlights: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમનો દાવ માત્ર 114 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં કુલદીપ યાદવે 4 જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023
વિન્ડીઝ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી
પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 7ના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ કાયલ મેયર્સના રૂપમાં ગુમાવી હતી, જે માત્ર 2 રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. આ પછી 45ના સ્કોર પર ટીમને 2 ઝટકા લાગ્યા હતા, જેમાં મુકેશ કુમારે અથાનાજે પેવેલિયન મોકલી દીધો હતો. તે જ સમયે, શાર્દુલ ઠાકુરે બ્રાન્ડન કિંગને 17ના અંગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો.
અહીંથી શિમરોન હેટમાયર અને કેપ્ટન શાઈ હોપ વચ્ચે 43 રનની ભાગીદારી જોવા મળી હતી. તેને તોડીને રવિન્દ્ર જાડેજાએ 88ના સ્કોર પર હેટમાયરના રૂપમાં વિન્ડીઝ ટીમને ચોથો ઝટકો આપ્યો હતો. 96ના સ્કોર પર ટીમને 5મો ફટકો રોવમેન પોવેલના રૂપમાં લાગ્યો હતો.
કુલદીપે પણ શાનદાર દેખાવ કર્યો
રવિન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરી રહેલા વિન્ડીઝના બેટ્સમેનો માટે કુલદીપ યાદવની સ્પિન રમવી વધુ મુશ્કેલ સાબિત થઈ હતી. 99ના સ્કોર પર વિન્ડીઝની ટીમે તેની 7મી વિકેટ ડોમિનિક ડ્રેક્સના રૂપમાં ગુમાવી હતી. આ પછી 114ના સ્કોર પર ટીમને 9મો ફટકો કેપ્ટન શાઈ હોપના રૂપમાં લાગ્યો હતો, જે 43ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં 114 રનના સ્કોર પર વિન્ડીઝ ટીમની ઇનિંગ્સ સીમિત રહી હતી.
કુલદીપ યાદવે પોતાની 3 ઓવરની બોલિંગમાં 2 મેડન ઓવર આપીને માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, મુકેશ કુમાર અને શાર્દુલ ઠાકુરે પણ 1-1 વિકેટ લીધી હતી.