IND vs WI: પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું, કાર્તિકની શાનદાર ઇનિંગ
ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું

West Indies vs India 1st T20I, Brian Lara Stadium: ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 122 રન જ બનાવી શકી હતી.
.@DineshKarthik played a stroke-filled knock of 41* off 19 balls & bagged the Player of the Match award as #TeamIndia beat West Indies in the first T20I. 👏 👏
— BCCI (@BCCI) July 29, 2022
Scorecard ▶️ https://t.co/qWZ7LSCo82 #WIvIND pic.twitter.com/lZDxvVUVWS
વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે લાચાર દેખાતા હતા. આર. અશ્વિને તેની ચાર ઓવરમાં માત્ર 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ યુવા બોલર રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.
ભારત તરફથી મળેલા 191 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમને ઓપનર કાયલ મેયર્સે તોફાની શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે 6 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે બે ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો જેસન હોલ્ડર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી શમરાહ બ્રુક્સ 15 બોલમાં 20 અને કેપ્ટન નિકોલસ પૂરન 15 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર ભારતીય સ્પિનરો સામે મોટા શોટ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. અશ્વિને પૂરન અને હેટમાયરને આઉટ કર્યા હતા. રવિ બિશ્નોઈએ રોવમેન પોવેલ અને ઓડિયમ સ્મિથને પેવેલિયમમાં મોકલ્યા હતા. જાડેજાએ હોલ્ડરની વિકેટ લીધી હતી.
પોવેલ 14, હેટમાયર 14, અકીલ હુસેન 11 અને ઓડિયન સ્મિથ શૂન્ય પર આઉટ થયા હતા. અંતે કીમો પોલ 22 બોલમાં 19 અને અલ્ઝારી જોસેફ 11 બોલમાં પાંચ રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
