શોધખોળ કરો

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો ધાકડ ખેલાડી

IND vs WI 1st Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય કેમ્પમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટાર ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થયો છે.

IND vs WI 1st Test: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન વોશિંગ્ટન સુંદર ઘાયલ થયો હતો, સુંદરની આંગળીમાં ઈજા થતા તે કેચિંગ ડ્રીલમાં જોડાયો નહોતો. આ ઈજા મેચના એક દિવસ પહેલા જ થઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આંગળીમાં ઈજા થયા બાદ વોશિંગ્ટન સુંદર અસ્વસ્થ દેખાતો હતો, અને ત્યારબાદ કેચિંગ ડ્રીલ છોડી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે હતાસ બેઠેલા સુંદર સાથે વાત કરી હતી. રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજે પણ તેમની મુલાકાત લીધી અને તેમના હાથની ઈજા વિશે વાત કરી.

વોશિંગ્ટન સુંદર અસ્વસ્થ દેખાતો હતો
રિપોર્ટમાં જણાવાયું છે કે સુંદર હજુ પણ લાંબા સ્પેલ બોલિંગ કરતો હતો, પરંતુ અસ્વસ્થ લાગતો હતો. તેણે ટીમ ડૉક્ટરને તેના બોલિંગ હાથ પર વધારાની ટેપ લગાવવા પણ કહ્યું. ગયા ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસથી સુંદર ટેસ્ટ ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડમાં પણ સારું પ્રદર્શન કર્યું.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ટીમો
ભારત: દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), નારાયણ જગદીસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

વેસ્ટ ઈન્ડિઝ: એલિક એથાનાસે, બ્રાન્ડન કિંગ, જોન કેમ્પબેલ, કેવલોન એન્ડરસન, તેજનારાયણ ચંદ્રપોલ, જોહાન લાઈન, જસ્ટિન ગ્રીવ્સ, ખારી પિયર, રોસ્ટન ચેઝ (કેપ્ટન), શાઈ હોપ (વિકેટકીપર), ટેવિન ઈમલાચ (વિકેટકીપર), એન્ડરસન ફિલિપ, જેડેન સીલ્સ, જેડિયા બ્લેડ્સ, જોમેલ વોરિકન.

ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ લાઈવ ક્યાં જોવી?

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆત કરી હતી અને બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી, તેઓ વેસ્ટ ઇન્ડીઝ સામે પણ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. તો બીજી તરફ ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટોસ સવારે 9 વાગ્યે થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget