IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ફોર ફટકારવામાં કોહલીએ કેટલા લીધા બોલ ? જાણીને નહીં થાય વિશ્વાસ
IND vs WI: બીજા દિવસની રમતના અંતે વિરાટ કોહલી 96 બોલમાં 36 રન બનાવીને ક્રિઝ પર છે. વિરાટ કોહલીએ પ્રથમ બાઉન્ડ્રી મારવા 80 બોલનો સામનો કર્યો હતો.
Virat Kohli: વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધી 2 વિકેટે 312 રન બનાવી લીધા છે. આ રીતે પ્રથમ દાવના આધારે ભારતીય ટીમ 162 રનથી આગળ નીકળી ગઈ છે. ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસના અંતે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી અણનમ પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલ 350 બોલમાં 143 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી 96 બોલમાં 36 રન બનાવીને ક્રિઝ પર છે. વિરાટ કોહલીએ પ્રથમ બાઉન્ડ્રી મારવા 80 બોલનો સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ પ્રથમ ફોર ફટકારવા સામાન્ય રીતે ક્યારેય આટલા બોલ લેતો નથી.
વિરાટ કોહલીએ સહેવાગને પછાડ્યો
વિરાટ કોહલી ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 8504 રન બનાવ્યા છે. ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 15921 રન છે. તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જ્યારે રાહુલ દ્રવિડ ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રાહુલ દ્રવિડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 13265 રન બનાવ્યા હતા.
The way Virat Kohli was celebrating his first boundary after 80 balls would be the moment of the day for me.🤍pic.twitter.com/x3UmrYumrs
— Akshat (@AkshatOM10) July 13, 2023
આ યાદીમાં કોનો સમાવેશ થાય છે?
યશસ્વી અને રોહિતની સદી
બીજા દિવસના પ્રથમ સત્રની રમતમાં ભારતીય ટીમના બંને ઓપનિંગ બેટ્સમેનોએ કાળજીપૂર્વક દાવને આગળ ધપાવ્યો હતો. બંન્ને ટીમને 100 રનના સ્કોરથી આગળ લઈ ગયા હતા હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 15મી અડધી સદી પૂરી કરી હતી. જ્યારે લંચ સમયે રમત રોકવામાં આવી ત્યારે ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 146 રન હતો. ભારતે પ્રથમ સેશનમાં કુલ 66 રન બનાવ્યા હતા.
લંચ પછી બીજા સત્રની શરૂઆત સાથે રોહિત અને યશસ્વીએ સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારીને એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. આ સાથે જ કેપ્ટન રોહિત અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 200 રનની ભાગીદારી થઇ હતી.
રોહિત શર્માએ પણ પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જોકે તે 103 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમને આ મેચમાં 229ના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. નંબર-3 પર બેટિંગ કરવા ઉતરેલો શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજા સેશનના અંતે ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 245 રન હતો.