IND Vs WI 5th T20 Live: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 166 રનનો ટાર્ગેટ આપ્યો, સૂર્યકુમારની ફિફ્ટી
IND Vs WI 5th T20 Live Updates: અહીં તમને લાઇવ સ્કોર અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની T20 શ્રેણી સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
India vs West Indies 5th T20: હવેથી થોડીવારમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ ફ્લોરિડામાં રમાશે. ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે મેચ શરૂ થશે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે. આવી સ્થિતિમાં આજની મેચ જે પણ ટીમ જીતશે, સીરીઝ તેના નામે થશે.
શું કહે છે આજની ફ્લૉરિડાની પીચ -
ફ્લૉરિડાનું લૉડરહિલ મેદાન બેટ્સમેનો માટે વધારે અનુકુળ રહેતું હોય છે. આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ જ આસાની રહી છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ 200નો સ્કૉર આસાનીથી હાંસલ કરતી જોવા મળી છે. અહીં પ્રથમ ઇનિંગનો અત્યાર સુધીનો સરેરાશ સ્કૉર 180 રનનો જોવા મળ્યો છે.
ખરાબ હવામાનને કારણે રમત બંધ
ખરાબ હવામાનને કારણે ફરી એકવાર રમત રોકવી પડી હતી. જોકે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. અત્યારે વેસ્ટ ઈન્ડિઝને 45 બોલમાં 49 રન બનાવવાના છે, જ્યારે 9 વિકેટ બાકી છે.
નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગ ક્રિઝ પર જામ્યા
વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 6 ઓવર પછી 1 વિકેટે 61 રન છે. નિકોલસ પૂરન 10 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે બ્રેન્ડન કિંગ 21 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે ત્રીજી વિકેટ માટે 28 બોલમાં 49 રનની ભાગીદારી થઈ છે. હવે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 84 બોલમાં 101 રન બનાવવાના છે.
અર્શદીપ સિંહે કાઈલી મેયર્સને આઉટ કર્યો
અર્શદીપ સિંહે વેસ્ટ ઈન્ડિઝને પહેલો ઝટકો આપ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલરે કાઈલી મેયર્સને આઉટ કર્યો હતો. કાઈલી મેયર્સે 5 બોલમાં 10 રન બનાવ્યા હતા. કાઈલી મેયર્સની જગ્યાએ નિકોલસ પૂરન બેટિંગ કરવા આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 ઓવર પછી 1 વિકેટે 18 રન છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે 166 રનનો ટાર્ગેટ
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 45 બોલમાં સૌથી વધુ 61 રનનું યોગદાન આપ્યું હતું. તો બીજી તરફ, તિલક વર્માએ 18 બોલમાં 27 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારીયો શેફર્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓકિલ હોસેન અને જેસન હોલ્ડરને 2-2 સફળતા મળી હતી. આ સાથે જ રોસ્ટન ચેઝે 1 વિકેટ પોતાના નામે કરી હતી. હાલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચોની સિરીઝ 2-2 થી બરાબર છે. જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી જીતશે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ રનનો પીછો કરી શકશે કે નહીં?
શેફર્ડે સતત બીજો ફટકો આપ્યો
અર્શદીપ સિંહ બાદ રોમારિયો શેફર્ડે કુલદીપ યાદવને આઉટ કર્યો છે. રોમારિયો શેફર્ડે અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને સતત બોલ પર આઉટ કર્યા હતા. આ રીતે ભારતને આઠમો ઝટકો લાગ્યો છે.