IND vs WI T20 Series: કેએલ રાહુલના સ્થાને આ પ્લેયરને કરાયો રિપ્લેસ, વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમશે ટી-20 સીરિઝ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ પ્રથમ સર્જરી અને પછી કોરોનાના ચેપને કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે

Sanju Samson IND vs WI T20 Series: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ પ્રથમ સર્જરી અને પછી કોરોનાના ચેપને કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. હવે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટી-20 સિરીઝ માટે લોકેશ રાહુલના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ જાણકારી આપી છે. BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાંથી KL રાહુલનું નામ હટાવી દીધું છે. આ સાથે સંજુ સેમસનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
આજે પ્રથમ મેચ રમાશે
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને વિન્ડીઝ પ્રવાસ પર પાંચ મેચોની T20 સીરીઝ રમવાની છે. તેની પ્રથમ મેચ આજે (29 જુલાઈ) રાત્રે 8 વાગ્યે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તાજેતરમાં જ શિખર ધવનની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
રાહુલને આરામ માટે કહેવામાં આવ્યું
કેએલ રાહુલે તાજેતરમાં જ જર્મનીમાં સર્જરી કરાવી હતી. આ પછી તે સ્વસ્થ થઈ ગયો હતો કે તે કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. રાહુલે કોરોના સામેની લડાઈ પણ જીતી લીધી છે, પરંતુ BCCIની મેડિકલ ટીમે તેને થોડા દિવસ આરામ કરવા કહ્યું છે. રાહુલને કોરોના પછી થોડી નબળાઈ છે
ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત (વિકેટકિપર), સંજુ સેમસન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ , કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ
1લી T20 - 29 જુલાઈ
2જી T20 - 1લી ઓગસ્ટ
ત્રીજી T20 - 2જી ઓગસ્ટ
4થી T20 - 6 ઓગસ્ટ
પાંચમી T20 - 7 ઓગસ્ટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
