IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે T-20 સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
IND vs WI T20 Squad : વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટીમની કમાન મળી છે. જ્યારે સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ટીમના ઉપ-કેપ્ટનની ભૂમિકામાં હશે. આ ઉપરાંત ટીમમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. જોકે, પરંતુ રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી. આ ઉપરંત રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. યસસ્વી જયસ્વાલ અને તિલક વર્માને આઈપીએલમાં તેમના પ્રદર્શનના આધારે ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
Alert🚨: #TeamIndia's squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ટીમની પસંદગી કરી
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલી આ પ્રથમ ટીમ છે. હજી ગઈ કાલે મંગળવારે જ પૂર્વ ક્રિકેટર અજીત અગરકરને BCCI પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે આ પસંદગી સમિતિએ પોતાની પ્રથમ ટીમ પસંદ કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે, ટેસ્ટ મેચ સિવાય ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI અને T20 શ્રેણી રમશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો ODI અને T20 શ્રેણીમાં આમને-સામને હશે.
Alert🚨: #TeamIndia's squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા વિન્ડીઝ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે. વિન્ડીઝ પ્રવાસ ભારતના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલની શરૂઆત થઈ જશે.
ટી-20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં, બીજી ટી20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી ટી20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી ટી20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી ટી20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024 T20 વર્લ્ડ કપ માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ માટેની ટીમ ઈન્ડિયા
ઈશાન કિશન (wk), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (vc), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર