IND-W vs ENG-W 1st ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વન-ડેમાં ઈગ્લેન્ડને હરાવ્યું, બનાવ્યા આ રેકોર્ડ્સ
IND-W vs ENG-W 1st ODI: સાઉથમ્પ્ટનમાં રમાયેલી મેચમાં યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 258 રન બનાવ્યા હતા

IND-W vs ENG-W 1st ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રેણીની પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમને 4 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણીમાં લીડ મેળવી હતી. સાઉથમ્પ્ટનમાં રમાયેલી મેચમાં યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 258 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે જેમિમા રોડ્રિગ્ઝ (48) અને દીપ્તિ શર્મા (અણનમ 62) ની ઇનિંગ્સની મદદથી લક્ષ્ય હાંસલ કર્યું હતું.
A cracker of a chase from #TeamIndia to win the ODI series opener by 4 wickets! 👌 👌
— BCCI Women (@BCCIWomen) July 16, 2025
Scorecard ▶️ https://t.co/kZOiqewbWP#ENGvIND pic.twitter.com/E1I3igW0R7
આ રીતે ભારતીય ટીમનો વિજય થયો
એમ્મા લૈમ્બ (39) અને નેટ સાયવર-બ્રન્ટ (41) એ ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. જેણે ફક્ત 20 રનમાં તેના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં સોફિયા ડંકલી (83) અને ડેવિડસન રિચાર્ડ્સ (53) એ અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર 250 સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં ભારત તરફથી પ્રતિકા રાવલ (36) અને સ્મૃતિ મંધાના (28) એ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. રોડ્રિગ્ઝ અને દીપ્તિએ શાનદાર ઇનિંગ્સ રમી અને ભારતને જીત અપાવી હતી.
દીપ્તિએ 52 બોલમાં તેના વન-ડે કારકિર્દીની 14મી અડધી સદી પૂરી કરી હતી. તે 64 બોલમાં 62 રન કરીને અણનમ રહી હતી. તેણીએ રોડ્રિગ્ઝ સાથે મળીને 5મી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 200થી વધુ પહોંચાડ્યો હતો. સારી બેટિંગ કરી રહેલી રોડ્રિગ્ઝ 54 બોલમાં 48 રન બનાવ્યા પછી આઉટ થઇ હતી.
મંધાનાએ વન-ડેમાં 4,500 રન પૂરા કર્યા
મંધનાએ 24 બોલમાં 28 રન બનાવ્યા અને તેની વન-ડે કારકિર્દીમાં 4,500 રન પૂરા કર્યા હતા. મિતાલી રાજ પછી તે આ આંકડાને સ્પર્શનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. મિતાલીએ 232 વન-ડે મેચોમાં 50.68 ની સરેરાશ સાથે સૌથી વધુ 7,805 રન બનાવ્યા છે. બીજી તરફ, મંધાનાએ 103 ઇનિંગ્સમાં 38.16 ની સરેરાશથી 4,501 રન બનાવ્યા છે. ડંકલીએ પોતાની વન-ડે કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. 92 બોલમાં 83 રન બનાવ્યા બાદ તે આઉટ થઈ હતી. તેણીએ ભારત સામે વન-ડે ફોર્મેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.




















