શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી

IND A Vs AFG A: ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 349 રન બનાવી દીધા છે. ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા અને પ્રભસિમરન સિંહની અર્ધસદીની ઇનિંગના દમ પર ઇન્ડિયા A ની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 349 રન બનાવ્યા.
  • ગાયકવાડ, તિલક, પ્રભસિમરનની અર્ધસદીથી મોટો સ્કોર થયો.
  • અફઘાનિસ્તાન માટે અબ્દુલ્લા અહમદઝાઈએ પાંચ વિકેટ લીધી.

IND A Vs AFG A: ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 349 રન બનાવી દીધા છે. ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા અને પ્રભસિમરન સિંહની અર્ધસદીની ઇનિંગના દમ પર ઇન્ડિયા A ની ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી. સૂર્યાંશ શેડગેએ એક વાર ફરી દમદાર બેટિંગ કરતા 40 રનનું યોગદાન આપ્યું. તમને જણાવી દઈએ  કે વરસાદના કારણે મેચમાં પ્રત્યેક ઇનિંગમાં ઓવરોની સંખ્યા ઘટાડીને 49 કરી દેવામાં આવી છે.

ભારતીય ઇનિંગની શરૂઆત પ્રભસિમરન સિંહ અને વૈભવ સૂર્યવંશીએ કરી. બંનેએ ટીમને તોફાની શરૂઆત અપાવી અને 7 ઓવરોમાં જ ટીમનો સ્કોર 70 ને પાર હતો. વૈભવ 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થઈ ગયો અને સૌથી વિચિત્ર વાત એ રહી કે વૈભવની આ ઇનિંગમાં 9 ચોગ્ગા લાગ્યા પરંતુ એક પણ સિક્સ લાગી નહીં.

આ પણ વાંચો.... હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વનડે શ્રેણીમાંથી બહાર, ટીમમાં જગ્યા મેળવવા માટે આ બે ઓલરાઉન્ડર વચ્ચે ટક્કર

ગાયકવાડ-તિલક-પ્રભસિમરન ચમક્યા

ઇન્ડિયા A ના મોટા સ્કોરનો પાયો પ્રભસિમરન સિંહે નાખ્યો, જેમણે 69 બોલમાં 84 રનની ઇનિંગ રમી અને આ ઇનિંગમાં 14 ચોગ્ગા લગાવ્યા. પ્રિયાંશ આર્ય સતત બીજી મેચમાં મોટો સ્કોર ન કરી શક્યો. પરંતુ પાછલી મેચના સદીવીર ઋતુરાજ ગાયકવાડે એક વાર ફરી દમ બતાવતા 66 રનની અર્ધસદીની ઇનિંગ રમી. બીજી તરફ કેપ્ટન તિલક વર્માએ સતત બીજી મેચમાં ફિફ્ટી લગાવતા 66 રન બનાવ્યા. બંને વચ્ચે 78 રનની પાર્ટનરશિપ થઈ.

અફઘાનિસ્તાન તરફથી અબ્દુલ્લા અહમદઝઈએ ભારે કહેર વર્તાવ્યો અને 5 વિકેટ લીધી. ફરમાનુલ્લાહ સૈફી ખૂબ મોંઘો સાબિત થયો, પરંતુ 3 બેટ્સમેનોને આઉટ કરવામાં સફળતા મેળવી. કેપ્ટન ઇમરાન મીર અને ખલીલ ગુરબાજે ભારતીય બેટ્સમેનોને હાથ ખોલવાની તક ન આપી, પરંતુ અન્ય બોલિંગ ઘણી મોંઘી સાબિત થઈ.

આ ટ્રાય સિરીઝની બીજી મેચ છે અને અફઘાનિસ્તાન પોતાની પહેલી મેચ રમી રહ્યું છે. સિરીઝના પહેલા મુકાબલામાં ઇન્ડિયા A એ શ્રીલંકા A ને હરાવ્યું હતું.                             

Frequently Asked Questions

IND A vs AFG A મેચમાં ભારતીય ટીમે કેટલા રન બનાવ્યા?

ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 349 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા અને પ્રભસિમરન સિંહની અર્ધસદીના દમ પર ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી.

IND A માટે કયા બેટ્સમેનોએ અર્ધસદી ફટકારી?

ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા અને પ્રભસિમરન સિંહે અર્ધસદી ફટકારી હતી. પ્રભસિમરન સિંહે 84, જ્યારે ઋતુરાજ અને તિલક વર્માએ 66-66 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાન A તરફથી કયા બોલરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું?

અફઘાનિસ્તાન A તરફથી અબ્દુલ્લા અહમદઝઈએ 5 વિકેટ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફરમાનુલ્લા સૈફીએ 3 વિકેટ લીધી હતી.

શું મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી?

હા, વરસાદના કારણે મેચમાં પ્રત્યેક ઇનિંગમાં ઓવરોની સંખ્યા ઘટાડીને 49 કરી દેવામાં આવી હતી.

આ કઈ સિરીઝની કઈ મેચ હતી?

આ ટ્રાય સિરીઝની બીજી મેચ હતી. અફઘાનિસ્તાન A ની આ સિરીઝની પહેલી મેચ હતી, જ્યારે ઇન્ડિયા A એ પહેલા શ્રીલંકા A ને હરાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget