India A vs Bangladesh A : કોણ છે સૌરભ કુમાર? જેની સામે બાંગ્લાદેશ ઘૂંટણિયે પડ્યું, બનશે જાડેજાનો વિકલ્પ!
ભારતના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે બાંગ્લાદેશ-એ ફક્ત 112 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી
ઢાકા: ઝડપી બોલર નવદીપ સૈની અને સ્પિનર સૌરભ કુમારની શાનદાર બોલિંગથી ભારત A એ મંગળવારે અહીં બાંગ્લાદેશ A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત શરૂઆત કરી હતી. ભારતના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે બાંગ્લાદેશ-એ ફક્ત 112 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દિવસના અંતે ભારત-એ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 120 રન બનાવી લીધા હતા.
A rewarding opening day for India A in the four-day match against Bangladesh A as the openers forge an unbeaten stand of 120 after the bowlers skittled out the home batters for 112. At stumps, India A lead by 8 runs.
— BCCI (@BCCI) November 29, 2022
Details: https://t.co/gtiu6wGotM pic.twitter.com/NZ1Th5GVdj
ભારતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું
ભારત A એ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. 29 વર્ષીય સૌરભ કુમારે મંગળવારે બાંગ્લાદેશ-A સામેની 4-દિવસીય બિનસત્તાવાર ટેસ્ટના પ્રથમ દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી 52 ફર્સ્ટ ક્લાસ મેચમાં 222 વિકેટ લીધી છે. 32 રનમાં 7 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. તે સિવાય નવદીપ સૈનીએ 21 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ઉપરાંત મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી.
યશસ્વી અને ઇશ્વરને મજબૂત શરૂઆત અપાવી
દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 61 રન બનાવીને રમી રહ્યો હતો જ્યારે કેપ્ટન અભિમન્યુ ઇશ્વરન 53 રન બનાવી રહ્યો હતો. બાંગ્લાદેશ A એ 63 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી પાંચ સૈની અને મુકેશે લીધી હતી.
મોસાદેક હુસૈને 63 રનની ઈનિંગ રમીને ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડ્યો હતો. હુસૈને તેની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બાંગ્લાદેશની ટીમે તેની પ્રથમ પાંચ વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી દીધી હતી. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં બહાર હોવાના કારણે સૌરભને સામેલ કરવામાં આવી શકે છે.
IND vs NZ 2022: બુધવારે રમાશે ત્રીજી વનડે, અહીં જુઓ લાઈવ બ્રોડકાસ્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ પહેલા શ્રેણીની બીજી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં શ્રેણીમાં બરોબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ છેલ્લી મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઈચ્છશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. એમેઝોન પ્રાઇમ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. આ સિવાય ચાહકો ડીડી ફ્રી ડિશ પર મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. મેચનું ડીડી સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. હકીકતમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 T20 મેચોની શ્રેણીનું લાઇવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર કરવામાં આવ્યું હતું, પરંતુ ડીડી સ્પોર્ટ્સ પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું ન હતું