શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શુભમન ગિલ સાથે ટકરાવા છતાં જાડેજાએ પકડ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો
રવિચંદ્ર અશ્વિનના બોલ પર મેથ્યૂ વેડે હવામાં શોટ ફટકાર્યો. જે કેચ પકડવા માટે યુવા શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા એક સાથે દોડ્યા.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલ બોર્ડર ગાવસક્ર ટ્રોફીની બીજી મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજથી શરૂ થઈ છે. આ બોક્સિંગ ડે ટેસ્ટમાં કેપ્ટન ટિપ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્મય કર્યો. મેચના પ્રથમ સેશનમાં ભારત ઓસ્ટ્રેલિયા ટીમ પર હાવી થતી જોવા મળી રહી છે. તેમાં કાંગારૂ ટીમે સ્ટીવ સ્મિથ સહિત પોતાની ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ સેશન દરમિયાન ટીમના સૌથી શાનદાર ફીલ્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કેચથી બધાને આશ્ચર્યચકીત કરી મુક્યા હતા.
ટકરાવા છતાં ન છોડ્યો કેચ
રવિચંદ્ર અશ્વિનના બોલ પર મેથ્યૂ વેડે હવામાં શોટ ફટકાર્યો. જે કેચ પકડવા માટે યુવા શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા એક સાથે દોડ્યા. બન્નેએ એક બીજાને જોયા નહીં. ત્યારે જાડેજા શુભમન ગિલ સાથે ટકરાઈ ગયો. તેમ છતાં જાડેજાએ કેચ છોડ્યો નહીં. આ કેચ જોઈને બધા આશ્ચર્યચકીત થઈ ગયા હતા.
સ્મિથની વિકેટ પણ લીધી મેથ્યૂ વેડની ભારતની બીજી વિકેટ મળી જે રવિચંદ્રન અશ્વિનની પ્રથમ વિકેટ હતી. મેથ્યૂ વેડે 39 બોલરમાં ત્રણ ચોગ્ગાની મદદથી 30 રનની ઇનિંગ રમી. જ્યારે થોડી જ વારમાં અશ્વિને ભારતને સ્ટીવ સ્મિથની બીજી મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. સ્મિથ શૂન્ય રન પર પેવેલિયન પરત ફર્યો હતો.Almost disaster! But Jadeja held his ground and held the catch! @hcltech | #AUSvIND pic.twitter.com/SUaRT7zQGx
— cricket.com.au (@cricketcomau) December 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion