શોધખોળ કરો

IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો

IND vs BAN 3rd T20: ભારતે બાંગ્લાદેશને ત્રીજી T20 મેચમાં 133 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ 3-0થી જીતી લીધી

IND vs BAN 3rd T20 Match Highlights: ભારતે ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 297 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં બાંગ્લાદેશ માત્ર 164 રન જ બનાવી શક્યું. આની સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની T20 સિરીઝમાં બાંગ્લાદેશનું 3-0થી ક્લીન સ્વીપ કરી દીધું છે. હૈદરાબાદમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સંજુ સૈમસન ભારતીય ટીમની જીતના સૌથી મોટા હીરો રહ્યા, જેમણે 47 બોલમાં 111 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ફિફ્ટી ફટકારતાં 75 રન બનાવ્યા. ભારતની વિજેતા ટીમ માટે રવિ બિશ્નોઈએ 3 અને મયંક યાદવે બે વિકેટ ઝડપી.

આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. અભિષેક શર્મા માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયા, પરંતુ ત્યારબાદ સૈમસન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 173 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ. સૈમસને 111 રન, બીજી બાજુ સૂર્યકુમારે 75 રનની ઇનિંગ રમી. ત્યારબાદ હાર્દિક પાંડ્યા અને રિયાન પરાગે ઝડપી અંદાજમાં અનુક્રમે 47 રન અને 34 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ વિકેટ તન્જિમ હસન સાકિબે લીધી, જેમણે કુલ 3 વિકેટ ઝડપી.

બાંગ્લાદેશની બેટિંગનો નીકળ્યો દમ

બાંગ્લાદેશ જ્યારે 298 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું ત્યારે ઇનિંગની પહેલી જ બોલ પર મયંક યાદવે પરવેઝ હુસૈન ઇમોનને શૂન્ય સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. 59ના સ્કોર સુધીમાં મહેમાન ટીમના ટોપ 3 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં લિટન દાસ અને તૌહીદ હૃદય વચ્ચે 53 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. લિટને 25 બોલમાં 42 રન બનાવ્યા, જ્યારે તૌહીદ 65 રન બનાવીને નોટઆઉટ રહ્યા. પોતાની T20 કારકિર્દીનો છેલ્લો મેચ રમવા આવેલા મહમુદુલ્લાહ પણ માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

એવી સ્થિતિ હતી કે બાંગ્લાદેશ 3 ઓવર પહેલાં જ મેચ હારી ચૂક્યું હતું કારણ કે તેને 18 બોલમાં 160 રનની જરૂર હતી, જે બનાવવા અશક્ય હતા. જ્યાં બાંગ્લાદેશને ઝડપી બેટિંગની જરૂર હતી, ત્યારે ટીમ છેલ્લી 5 ઓવરમાં માત્ર 31 રન જ બનાવી શકી. ખરાબ બેટિંગને કારણે તેને 133 રનની મોટી હાર વેઠવી પડી.

ભારતે બનાવ્યા ઘણા બધા રેકોર્ડ

રેકોર્ડની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારત માટે આ મેચ યાદગાર સાબિત થઈ. ભારત હવે T20 ક્રિકેટના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવનાર દેશ બની ગયો છે. તેણે 297 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવવાના મામલે હવે તેનાથી આગળ માત્ર નેપાળ છે, જેણે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા.

જ્યારે સંજુ સૈમસન હવે ભારત માટે T20 મેચોમાં બીજો સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે. તેમણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી. અત્યાર સુધી T20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો ભારતીય રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેમણે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચોઃ

IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget