શોધખોળ કરો

IND vs UAE: કુલદીપની કમાલ અને ગિલ-અભિષેકની ધમાલ, ટીમ ઇન્ડિયાએ 9 વિકેટથી યુએઈને કચડ્યું

એશિયા કપમાં કુલદીપ યાદવે લીધી 4 વિકેટ, જ્યારે અભિષેક શર્મા અને શુભમન ગિલ ની વિસ્ફોટક બેટિંગથી મેચ માત્ર 27 બોલમાં સમાપ્ત થઈ.

IND vs UAE: એશિયા કપ (Asia Cup 2025)ની મેચમાં ટીમ ઈન્ડિયા એ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે દબદબો જમાવ્યો હતો. પહેલા કુલદીપ યાદવ અને શિવમ દુબેની શાનદાર બોલિંગથી UAE ની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ, અભિષેક શર્મા અને શુભમન ગિલ ની જોડીએ માત્ર 27 બોલમાં લક્ષ્યાંક હાંસલ કરીને ભારતને એકતરફી જીત અપાવી.

બોલરોનો દબદબો: UAE નો ધબડકો

UAE ને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેપ્ટન મુહમ્મદ વસીમ અને અલીશાન શરાફુ એ 26 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. જોકે, ત્યારબાદ ભારતીય બોલરોએ UAE ના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો. સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબેએ પણ 3 મહત્વની વિકેટો લઈને પ્રભાવ પાડ્યો. આક્રમક બોલિંગના કારણે UAE ની આખી ટીમ માત્ર 57 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ ઉપરાંત, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને પણ એક-એક વિકેટ મળી હતી.

બેટ્સમેનોનું તોફાની પ્રદર્શન

58 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી. ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલ એ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરીને મેચને ઝડપથી પૂરી કરી. અભિષેકે માત્ર 16 બોલમાં 30 રન ફટકાર્યા, જ્યારે ગિલ એ 9 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ માત્ર 2 બોલ રમ્યા, જેમાં તેમણે શાનદાર સિક્સર ફટકારી. આ ધમાકેદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 27 બોલમાં જ મેચ સમાપ્ત કરી દીધી.

T20 એશિયા કપમાં ભારતની ઐતિહાસિક જીત

T20 એશિયા કપ ના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ UAE ને 9 વિકેટથી હરાવ્યું છે. આ પહેલા 2016 માં પણ ભારતે UAE સામે 9 વિકેટે જીત મેળવી હતી, જેમાં 82 રનનો લક્ષ્યાંક 61 બોલમાં પૂરો કર્યો હતો. જોકે, આ વખતનો વિજય વધુ પ્રભાવશાળી છે, કારણ કે 58 રનનો લક્ષ્યાંક માત્ર 27 બોલમાં જ હાંસલ કરી લેવાયો. આ જીતને T20 એશિયા કપના ઇતિહાસની સૌથી મોટી જીતોમાંથી એક ગણવામાં આવે છે, જે ભારતની મજબૂત બેટિંગ અને બોલિંગ બંને શક્તિ દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Embed widget