IND vs ENG: ત્રીજી વનડેમાં આવી હોઈ શકે છે ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
બુધવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે.

IND vs ENG Playing XI, Pitch Report And Match Prediction: બુધવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 3 મેચની વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. આથી ભારતીય ટીમ ત્રીજી વનડેમાં અંગ્રેજોનો સફાયો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડ જીત સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છશે. પરંતુ ત્રીજી વનડેમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે ? આ સિવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટ્સમેન સરળતાથી રન બનાવશે કે બોલરોને મદદ મળશે ?
અમદાવાદમાં બેટ્સમેનોની મજા આવશે ?
અમદાવાદમાં સ્પિન બોલરોને મદદ મળી શકે છે. વાસ્તવમાં, આંકડા દર્શાવે છે કે આ પીચ પર બોલ અટકી જાય છે, જે સ્પિનરો માટે કામ સરળ બનાવે છે. જો કે, તાજેતરની મેચોના આંકડા દર્શાવે છે કે પીચ પર રનનો વરસાદ થાય છે. આ પીચ પર બેટિંગ કરવાથી રન સરળતાથી બને છે અને શોટ મારવામાં સરળતા રહે છે. આઈપીએલ અને ઈન્ટરનેશનલ મેચોમાં જોવા મળ્યું છે કે અમદાવાદમાં મોટો સ્કોર બન્યો છે. ભારત અને ઇંગ્લેન્ડની ટીમમાં ઘણા વિસ્ફોટક બેટ્સમેન છે, તેથી ફરી એકવાર મોટો સ્કોર જોવા મળી શકે છે.
શું ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના સૂપડા સાફ કરશે ?
ભારતે સિરીઝની પ્રથમ બે મેચમાં જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડને આસાનીથી હરાવ્યું હતું. જોકે બીજી વનડેમાં ઈંગ્લેન્ડે મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ભારતીય ટીમે રોહિત શર્માની સદીની મદદથી લક્ષ્ય હાંસલ કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સિવાય મિડલ ઓર્ડરના બેટ્સમેનો પણ પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. આથી બ્રિટિશરો માટે ભારતીય ટીમને હરાવવાનું આસાન નહીં હોય. આ રીતે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમનો ત્રીજી વન-ડેમાં હાથ ઉપર રહે તેવું લાગી રહ્યું છે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન-
બેન ડકેટ, ફિલ સોલ્ટ ( વિકેટકિપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.