IND vs SA: સેમી ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, સચિનની વિસ્ફોટક બેટિંગ
IND vs SA: ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આ ICC ટૂર્નામેન્ટની નવમી વખત ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું છે.
India U19 vs South Africa U19, Semi-Final: ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આ ICC ટૂર્નામેન્ટની નવમી વખત ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બેનોનીમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 8 વિકેટે 245 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ રન ચેઝમાં સચિન ધાસ (96 રન) અને કેપ્ટન ઉદય સહારન (81 રન)ની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ 5મી વિકેટ માટે 171 રન જોડ્યા હતા. ભારતીય ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
The #BoysInBlue are into the FINAL of the #U19WorldCup! 🥳
— BCCI (@BCCI) February 6, 2024
A thrilling 2⃣-wicket win over South Africa U-19 👏👏
Scorecard ▶️ https://t.co/Ay8YmV8QDg#TeamIndia | #INDvSA pic.twitter.com/wMxe7gVAiL
સતત છઠ્ઠી જીત નોંધાવતા ભારતીય અંડર-19 ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે પ્રથમ સાત બોલમાં આઠ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સચિન ધાસ (96) અને કેપ્ટન ઉદય સહારન (81) જીતના અસલી હીરો હતા, જેમણે રેકોર્ડ ભાગીદારી કરીને અશક્ય જણાતી જીતને શક્ય બનાવી હતી.
ભારત તરફથી સચિન ધાસે સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિન ધાસે 95 બોલમાં 96 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારને 124 બોલમાં 81 રન બનાવ્યા હતા. ઉદય સહારન અને સચિન દાસ વચ્ચે 171 રનની ભાગીદારી થઈ હતી.
દક્ષિણ આફ્રિકાના 244 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર આદર્શ સિંહ એકપણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. અર્શિન કુલકર્ણીએ 30 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં રહેલો મુશીર ખાન માત્ર 4 રન બનાવી શક્યો હતો. જ્યારે પ્રિયાંશુ મોલિયા 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો . ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી, તેણે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારન અને સચિન દાસે ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન લુસ સૌથી સફળ બોલર રહ્યો હતો. ટ્રિસ્ટન લુસ અને મેના ફાકાને 3-3 સફળતા મળી હતી. પરંતુ આ સિવાય દક્ષિણ આફ્રિકાના બાકીના બેટ્સમેનો વિકેટ માટે સંઘર્ષ કરતા રહ્યા. આથી ભારતીય ટીમે શરૂઆતના આંચકામાંથી બહાર નીકળીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટે 244 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે ઓપનર જુઆન ડ્રે પ્રિટોરિયસે સૌથી વધુ 102 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ સિવાય રિચર્ડ સેલેસવેને 100 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રાજ લિંબાણી સૌથી સફળ બોલર રહ્યો હતો. રાજ લિંબાણીએ 9 ઓવરમાં 60 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મુશીર ખાનને 2 સફળતા મળી. આ સિવાય નમન તિવારી અને સૌમ્ય પાંડેએ 1-1 વિકેટ લીધી હતી.