IND vs SA ODI Series: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે.
![IND vs SA ODI Series: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન India's ODI team for the South Africa series announced, know in details IND vs SA ODI Series: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/dfc1cd8a4a358f6909dbd527fc87e16d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India:સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત રોહિત શર્મા વન-ડે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. એવામાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઓપનર શિખર ધવનની વાપસી થઇ છે. નોંધનીય છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. ટેસ્ટ બાદ બંન્ને દેશો વચ્ચે વન-ડે સીરીઝ રમાશે. આ સીરિઝની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે.
BCCI announces Team India for 3 ODI series against South Africa: KL Rahul (Capt), Shikhar Dhawan, Ruturaj Gaekwad, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Venkatesh Iyer, Rishabh Pant (wk), Ishan Kishan (wk), Y Chahal, R Ashwin, W Sundar, J Bumrah (VC), Bhuvneshwar Kumar pic.twitter.com/Hq5FHql0zg
— ANI (@ANI) December 31, 2021
સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયામા શિખર ધવન, વોશિંગ્ટન સુંદર અને દીપક ચહરની વાપસી થઇ છે. સાથે આઇપીએલ અને શાનદાર પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ ઐય્યરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પ્રથમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી વન-ડે 21 જાન્યુઆરી અને ત્રીજી વન-ડે 23 જાન્યુઆરીએ રમાશે.
ટીમ ઇન્ડિયાઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, ઋષભ પંત, ઇશાન કિશન, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન. વોંશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)