શોધખોળ કરો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની ટૂંક સમયમાં થશે જાહેરાત, રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે

India vs New Zealand T20 And ODI Series: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નવી પસંદગી સમિતિ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરશે. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ આ સમયગાળા દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 કારકિર્દી પર મોટો નિર્ણય લેશે. આ બંને ઉપરાંત રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ પણ ચર્ચાનો વિષય બનશે. ઈજાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા રવિન્દ્ર જાડેજાની ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી થાય તેવી શક્યતા છે.

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે, ત્રણ ટી-20 રમશે

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

સંજુ સેમસન આઉટ થઈ શકે છે

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે પસંદગીકારો રવીન્દ્ર જાડેજાની ઈજા અંગે એનસીએસ ચીફ વીવીએસ લક્ષ્મણ સાથે ફોન પર વાત કરશે. જો NCA ચીફ ક્લિયરન્સ આપશે તો જાડેજાની ટીમમાં પસંદગી નિશ્ચિત છે. જો જાડેજા ટીમમાં આવશે તો સંજુ સેમસને બહાર બેસવુ પડશે. સંજુ સિવાય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. કારણ કે બુમરાહને પીઠની સમસ્યા છે અને તે શ્રીલંકા સામેની વનડે શ્રેણીના એક દિવસ પહેલા જ ખસી ગયો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે પણ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં નિર્ણય લેવામાં આવશે.

Australia vs Afghanistan Series: તાલિબાન સામે ઓસ્ટ્રેલિયાએ ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાન સામે નહી રમે ક્રિકેટ

Australia vs Afghanistan Series:  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. આ શ્રેણી માર્ચના અંતમાં યુએઇમાં રમવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના વિરોધમાં આ મોટું પગલું ભર્યું છે અને શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પછી યુએઈ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન ટીમ સામે ત્રણ વનડે મેચોની શ્રેણી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ શ્રેણી રમી શકશે નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા

Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે

Delhi Exit Poll: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલનો પહેલો આંકડો, સટ્ટા બજારમાં AAP ને મોટો ઝટકો

Delhi Exit Poll Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? જાણો શું કહે છે ગુજરાત સટ્ટા બજારના આંકડા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કયું પનીર પ્યોર?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રંપે કેમ તગડ્યા?Amreli letter Scam: અમરેલી લેટરકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દોSurat News : વિદ્યાર્થીના જન્મદિવસ પર સાથી વિદ્યાર્થીએ માર્યા પટ્ટા: સુરતની SVNIT કોલેજનો વાયરલ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે
Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલનો પહેલો આંકડો, સટ્ટા બજારમાં AAP ને મોટો ઝટકો
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલનો પહેલો આંકડો, સટ્ટા બજારમાં AAP ને મોટો ઝટકો
Delhi Exit Poll Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? જાણો શું કહે છે ગુજરાત સટ્ટા બજારના આંકડા
Delhi Exit Poll Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી સીટ મળશે? જાણો શું કહે છે ગુજરાત સટ્ટા બજારના આંકડા
Delhi: દિલ્હી ચૂંટણીને લઈને બોલિવૂડ અભિનેતાનું વિવાદિત, કહ્યું- બીજેપી મતથી નહીં પણ આ કરણે જીતી રહી છે

Delhi Exit Poll: આ એક સર્વેમાં દિલ્હીમાં બની રહી છે AAP સરકાર, શું ભાજપને લાગશે ઝટકો?

National Games:   નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ

World News: પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો , ભારત સાથે વાતચીત કરવા શાહબાઝ શરીફની આજીજી

Embed widget