Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: ACC મેન્સ U19 એશિયા કપ 2025 12 ડિસેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 21 ડિસેમ્બરે યોજાશે. આ ટુર્નામેન્ટમાં આયુષ મ્હાત્રે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે

Vaibhav Suryavanshi: ACC મેન્સ U19 એશિયા કપ 2025 12 ડિસેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 21 ડિસેમ્બરે યોજાશે. આ ટુર્નામેન્ટમાં આયુષ મ્હાત્રે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. વિહાન મલ્હોત્રા વાઈસ કેપ્ટન રહેશે. ભારત 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત 16 ડિસેમ્બરે મલેશિયા સામે ટકરાશે. નોંધનીય છે કે, બધી મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે, ટોસ સવારે 10 વાગ્યે થશે. ભારતના ક્રિકેટ ચાહકો ACC મેન્સ U19 એશિયા કપ 2025ની બધી મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ જોઈ શકશે. આ ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ અને વેબસાઇટ પર જોઈ શકાશે.
𝐓𝐡𝐞 #𝐃𝐏𝐖𝐨𝐫𝐥𝐝𝐌𝐞𝐧𝐬𝐔𝟏𝟗𝐀𝐬𝐢𝐚𝐂𝐮𝐩𝟐𝟎𝟐𝟓 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐨𝐧 𝟏𝟐 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫! 🫵
— AsianCricketCouncil (@ACCMedia1) December 3, 2025
Eight teams. One title. Hosted by the Afghanistan Cricket Board in the UAE. A packed month of U19 action awaits. 💪#ACC pic.twitter.com/7uQg65DpqE
વૈભવ સૂર્યવંશીએ અગાઉ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે UAE સામેની મેચમાં માત્ર 42 બોલમાં 144 રન બનાવ્યા હતા. તેણે તે શ્રેણીની ચાર મેચોમાં 59.75ની સરેરાશ અને 243.87ના સ્ટ્રાઇક રેટથી 239 રન બનાવ્યા, જેમાં 20 ચોગ્ગા અને 22 છગ્ગાનો સમાવેશ થાય છે.
A stacked India U19 squad is in for the #DPWorldMensU19AsiaCup2025, headlined by Sooryavanshi and Mhatre 🇮🇳
— AsianCricketCouncil (@ACCMedia1) December 3, 2025
Do they have what it takes to go the distance this time? 💪#ACC pic.twitter.com/EWINtQiyIY
અંડર-19 એશિયા કપ ગ્રુપ્સ
ગ્રૂપ A: ભારત, પાકિસ્તાન, મલેશિયા, UAE
ગ્રૂપ B: બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ
ભારતની ગ્રુપ મેચ
12 ડિસેમ્બર - વિરુદ્ધ UAE, ICC એકેડેમી, દુબઈ
14 ડિસેમ્બર - વિરુદ્ધ પાકિસ્તાન, ICC એકેડેમી, દુબઈ
16 ડિસેમ્બર- વિરુદ્ધ મલેશિયા, ધ સેવન્સ, દુબઈ
અંડર-૧૯ એશિયા કપ નોકઆઉટ મેચ શેડ્યૂલ
19 ડિસેમ્બર - પ્રથમ સેમિ-ફાઇનલ (A1 વિરુદ્ધ B2), ICC એકેડેમી
19 ડિસેમ્બર - બીજી સેમિ-ફાઇનલ (B1 વિરુદ્ધ A2), ધ સેવન્સ, દુબઈ
21ડિસેમ્બર - ફાઇનલ
ACC મેન્સ U19 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (વાઈસ કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દિપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર સિંહ (ફિટનેસને આધીન), ઉધવ મોહન, અને એરોન જ્યોર્જ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: રાહુલ કુમાર, J. Hemchudeshan, બી.કે. કિશોર અને આદિત્ય રાવત.



















