IND vs AUS 1st Test Day 3: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો શાનદર વિજય
IND vs AUS 1st Test Day 3 Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. બીજા દિવસના અંતે ભારતે 7 વિકેટના ભોગે 321 રન બનાવી લીધા છે.
LIVE
Background
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 91 રનમાં ઓલ આઉટ
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 91 રનમાં ઓલ આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ એક ઈનિંગ અને 132 રને જીતી લીધી છે.
74 ઓસ્ટ્રલીયાએ 7 વિકેટ ગુમાવી
સ્પીન આક્રમણ સામે ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો ઘૂંટણીયે આવી ગયા છે. માત્ર 74 રનમાં પ્રવાસી ટીમ 7 વિકેટ ગુમાવી દીધી છે. અશ્વિને 5 અને જાડેજાએ બે વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલીયાએ 26 રનમાં 2 વિકેટ ગુમાવી
માર્નસ લેબુશેનને રવિન્દ્ર જાડેજાએ 17 રને આઉટ કર્યો છે. આમ માત્ર 26 રનમાં જ ઓસ્ટ્રલીયાએ બે વિકેટ ગુમાવી દીધી છે.
બીજા દાવમાં ઓસ્ટ્રેલીયાને લાગ્યો પ્રથમ ઝટકો
બીજા દાવમાં ઓસ્ટ્રેલીયાને ઉસ્માન ખ્વાજાના રુપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. અશ્વિને ખ્વાજાને 5 રને પેવેલિયન ભેગો કર્યો છે.
ટીમ ઈન્ડિયા 400 મા ઓલ આઉટ
ટીમ ઈન્ડિયા 400 મા ઓલ આઉટ થઈ ગઈ છે. અક્ષર પટેલ 84 રને આઉટ થયો હતો જ્યારે મોહમ્મદ સિરાજ 1 રને નોટ આઉટ રહ્યો હતો. ભારતની લીડ 223 રનની થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
