શોધખોળ કરો

IND vs AUS, 2nd ODI: બીજી વનડેમાં શરમજનક હાર બાદ રોહિત શર્માએ જણાવ્યું, કઈ જગ્યાએ થઈ ભૂલ

IND vs AUS, 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં, જ્યાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી, બીજી મેચમાં, પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરી અને 10 વિકેટથી મેચ જીતી લીધી

IND vs AUS, 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં, જ્યાં ભારતીય ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી, બીજી મેચમાં, પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરી અને 10 વિકેટથી મેચ જીતી લીધી અને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી હતી. બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કનો કહેર જોવા મળ્યો અને તેણે કુલ 5 વિકેટ પોતાના નામે કરી લીધી.

મિચેલ સ્ટાર્કની આ શાનદાર બોલિંગને કારણે ભારતીય ઈનિંગ માત્ર 26 ઓવરમાં 117 રન પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો અને તેણે આ હાર વિશે કહ્યું કે અમે મેચમાં સારી બેટિંગ કરી ન હતી, જેના કારણે અમારે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત શર્માએ મેચ પુરી થયા પછી કહ્યું કે આ વિકેટ 117 રનની નહોતી, અમારે વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી, પરંતુ અમે વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવતા રહ્યા, જેનો ભોગ અમારે સહન કરવું પડ્યું. શુભમનની વિકેટ ગુમાવ્યા પછી, વિરાટ અને મેં ઝડપથી 30 થી 35 રન ઉમેર્યા, પરંતુ મારી વિકેટ પડવાથી અમે એક પછી એક થોડી વધુ વિકેટો ગુમાવી દીધી, જેના કારણે અમે સંપૂર્ણપણે બેક ફૂટ પર આવી ગયા.

રોહિતે સ્ટાર્કના વખાણ કર્યા

પોતાના નિવેદનમાં રોહિત શર્માએ મિચેલ સ્ટાર્કની બોલિંગ વિશે આગળ વાત કરતા કહ્યું કે, તે એક મહાન બોલર છે અને નવા બોલ સાથે શું કરવું તે વધુ સારી રીતે જાણે છે. તે સતત એવી જગ્યાએ બોલિંગ કરે છે જ્યાંથી રન બનાવવા સરળ કામ નથી. નવા બોલથી સ્વિંગ કરવું અને જૂના બોલથી રન રોકવા એ સ્ટાર્કની ખાસિયત છે. મિશેલ માર્શની વિસ્ફોટક બેટિંગ પર રોહિતે કહ્યું કે જ્યારે પાવર હિટિંગની વાત આવે છે તો મિચેલ માર્શની ગણતરી એવા ખેલાડીઓમાં થાય છે જેઓ આ કામ કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે.

ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની શાનદાર 100 રનની પાર્ટનરશીપ

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાતKesarisinh Solanki: ખેડા જિલ્લા ભાજપમાં ભડકો, બળવાખોર પૂર્વ MLA કેસરીસિંહના વિરોધી જૂથ પર પ્રહારSeaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ
Technology: 1 હજાર રુપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ અદ્ભુત ઇલેક્ટ્રિક બ્લેન્કેટ્સ,ઠંડીમાં કરાવશે ગરમીનો અહેસાસ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
Embed widget