શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v AUS: કરિયરની પ્રથમ ટેસ્ટ રમી રહેલા આ ભારતીય ખેલાડીએ સિક્સ મારીને ખાતું ખોલાવતાં ઓસ્ટ્રેલિયનો ચોંકી ગયા, જાણો વિગત
લંચ બાદ મયંક અગ્રવાલ 38 અને પંત 23 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં ભારતે ચેતેશ્વર પુજારા (25 રન) અને અજિંક્ય રહાણે (37 રન)ની વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા.
બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 225 રન બનાવી લીધા છે. બંને ડેબ્યૂમેન શાર્દુલ ઠાકુર 15 અને વોશિંગ્ટન સુંદર 29 રને રમતમાં છે. શાર્દુલ ઠાકુરે બેટિંગમાં ઉતરતાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. તેની આ સ્ટાઇલથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા.
આજે લંચ બાદ મયંક અગ્રવાલ 38 અને પંત 23 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં ભારતે ચેતેશ્વર પુજારા (25 રન) અને અજિંક્ય રહાણે (37 રન)ની વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 369 રનનો પીછો કરતાં ભારતે બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 44 અને ગિલ 7 રન બનાવી આઉટ થયા હતા. બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion