(Source: ECI/ABP News/ABP Majha)
WTC Final Scenario: ફરી એકવાર ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટક્કર ? બની રહ્યાં છે ખાસ સમીકરણ
All Team WTC Final Qualification scenario: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પૉઈન્ટ ટેબલ (WTC પૉઈન્ટ્સ ટેબલ 2023-25)માં ટીમ ઈન્ડિયાની સ્થિતિ ઘણી ટીમો કરતા સારી છે
All Team WTC Final Qualification scenario: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પૉઈન્ટ ટેબલ (WTC પૉઈન્ટ્સ ટેબલ 2023-25)માં ટીમ ઈન્ડિયાની સ્થિતિ ઘણી ટીમો કરતા સારી છે. બાંગ્લાદેશ સાથેની સીરીઝ બાદ ભારતીય ટીમ હાલમાં WTC પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
WTC ટાઈટલ જીતવામાં ભારત સામે સૌથી મોટો અવરોધ ઓસ્ટ્રેલિયા છે. અત્યાર સુધી જે સમીકરણ રચાઈ રહ્યાં છે તેના પરથી લાગી રહ્યું છે કે ફાઈનલમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતે ફાઇનલમાં કાંગારૂ ટીમથી સાવધ રહેવું પડશે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે ફાઈનલ રમે છે ત્યારે તેની બોડી લેંગ્વેજ ચેમ્પિયન જેવી બની જાય છે.
કારણ કે કાંગારૂ ટીમને ફાઇનલમાં જીતવાની આદત છે. કોઈપણ પ્રતિષ્ઠિત ફાઈનલની 'કરો યા મરો' મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમ ઘણીવાર કિલ્લો જીતી જાય છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સાથેની ટેસ્ટ સીરીઝ પછી ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે, જ્યાં બંને દેશો વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી 5 ટેસ્ટ મેચ રમાશે. જે 22મી નવેમ્બરથી 7મી જાન્યુઆરી વચ્ચે યોજાશે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે કચડી નાખે છે (વિચારો તો 5-0), તો કાંગારુ ટીમનું સતત બીજી વખત WTC ફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
ભારતે 2023-2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે 2-0થી સીરીઝ ક્લિન સ્વિપ કર્યા બાદ ટોચનું સ્થાન મેળવ્યું હતું. WTC ફાઇનલ 11 જૂનથી 16 જૂન વચ્ચે લંડનના લોર્ડ્સમાં યોજાવાની છે. જરૂર પડ્યે આ ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં WTC ફાઈનલ માટે ફેવરિટ માનવામાં આવે છે. પરંતુ આ માટે અન્ય ટીમો પણ સખત પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડને પાકિસ્તાન સામે 3 ટેસ્ટ રમવાની છે. વળી, બાંગ્લાદેશને WTC રાઉન્ડ હેઠળ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે.
શ્રીલંકા પણ આ વખતે WTC ફાઇનલમાં પહોંચવા માટે ફેવરિટ જણાય છે. શ્રીલંકા ઓસ્ટ્રેલિયાની રમત કેવી રીતે બગાડી શકે છે તે સમજવા માટે તમામ ટીમોની સ્થિતિ સમજો...
ભારત માટે WTC ફાઇનલનું સમીકરણ
ભારતે WTC 2023-25 હેઠળ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 8 મેચ જીતી છે, બે મેચ હારી છે, જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ભારતની પોઈન્ટ ટકાવારી હાલમાં 74.24 છે. ભારતીય ટીમે WTC ફાઈનલ પહેલા ન્યૂઝીલેન્ડ સાથે 3 મેચ અને ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચ સહિત કુલ 8 ટેસ્ટ રમવાની છે. આવી સ્થિતિમાં આ 8 મેચમાંથી ભારતીય ટીમને માત્ર 3 મેચ જીતવી પડશે.
ઓસ્ટ્રેલિયા માટે WTC ફાઇનલનું સમીકરણ
ઓસ્ટ્રેલિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે. તેણે 12માંથી 8 મેચ જીતી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાના પોઈન્ટ્સની ટકાવારી 62.50 છે.
ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચવા માટે તેની બાકીની 7માંથી 4 મેચ જીતવી પડશે. ભારત સાથેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બે મેચની ટેસ્ટ સીરીઝમાં ભાગ લેવા શ્રીલંકા જશે.
શ્રીલંકા માટે WTC ફાઇનલનું સમીકરણ
શ્રીલંકાએ તાજેતરમાં જ સતત 3 ટેસ્ટ મેચોની સીરીઝ જીતી છે. હવે શ્રીલંકા 55.26 પોઈન્ટ ટકાવારી સાથે ત્રીજા નંબર પર છે. લંકાએ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડને ટેસ્ટ સીરીઝમાં 2-0થી હરાવ્યું હતું. જ્યારે શ્રીલંકાને WTC ફાઇનલમાં પહોંચવા માટે 4માંથી 3 મેચ જીતવી પડશે. શ્રીલંકાને હવે નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે તેના ઘરે 2 ટેસ્ટ રમવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 2 ટેસ્ટ મેચની સીરીઝ માટે શ્રીલંકા આવશે.
WTC પોઈન્ટ સિસ્ટમ
- જીત પર 12 પૉઈન્ટ
- જો મેચ ટાઈ થાય તો 6 પૉઈન્ટ
- જો મેચ ડ્રો થાય તો 4 પૉઈન્ટ
- જીતેલી પૉઈન્ટ ટકાવારીના આધારે ટીમોને ક્રમ આપવામાં આવે છે.
- ટોપ બે ટીમો 2025માં લૉર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં પહોંચશે.
- જો સ્લૉઓવર રેટ હોય તો પૉઈન્ટ કાપવામાં આવે છે.
આ પણ વાંચો