શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ઓસ્ટ્રેલિયાનો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી બીજી ટેસ્ટમાંથી થયો બહાર
ડેવિડ વોર્નર હજી ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી જેથી તે ઓસ્ટ્રેલિયાની બાયો સિક્યોર હબમાં પ્રવેશ નહી કરી શકે.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ મેચ રમાશે. બોક્સિંગ ડેથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઇજાના કારણે બીજી ટેસ્ટમાં પણ નહીં રમી શકે. ભારત સામે વન ડે સીરિઝમાં ઇજાગ્રસ્ત થયેલો વોર્નર બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે તેમ માનવામાં આવતું હતું.
ડેવિડ વોર્નર હજી ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી જેથી તે ઓસ્ટ્રેલિયાની બાયો સિક્યોર હબમાં પ્રવેશ નહી કરી શકે. ફાસ્ટ બોલર સીન એબોટને પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બાયો સિક્યોર પ્રોટોકોલના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વોર્નર અને એબોટ બંને તેમના ઘરે ઇજામાંથી મુક્ત થઈ રહ્યા હતા. સીએના પ્રોટોકોલ મુજબ બંનેને બહાર કરી દેવામાં આવ્યા છે.
ત્રીજી ટેસ્ટ પહેલા આ જોડીની ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી થશે. વોર્નરની ગેરહાજરીમાં બીજી ટેસ્ટમાં પણ જો બર્ન્સ અને મેથ્યૂ વેડની જોડી ઈનિંગની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટમાં ભારતની 8 વિકેટથી કારમી હાર થઈ હતી.
ત્રીજી ટેસ્ટ સિડનીમાં 7જાન્યુઆરી, 2021થી શરૂ થશે. પરંતુ કોરોના વાયરસના મામલા વધતાં અન્ય સ્થળે પણ મેચ ખસેડવામાં આવી શકે છે.
લંડનથી આવેલા કોરોના પોઝિટિવ દર્દી ક્યાંના છે ? તેમનામાં નવા વાયરસનો ચેપ છે કે નહીં ? જાણો મહત્વની વિગત
કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે રહાણે, જાણો કેવો છે રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર બંધાયો લગ્નના બંધનમાં, જુઓ ખાસ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement