શોધખોળ કરો
Advertisement
IND v AUS: વિરાટ જેમને ટીમમાંથી કાઢવા માંગતો હતો એ બંને ખેલાડીએ બચાવી ભારતની આબરૂ, જાણો વિગત
આ મેચના અસલી હીરો હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન રહ્યા હતા. કોહલી આ બંને ખેલાડીને ટીમમાંથી દૂર કરવા માંગતો હતો, પરંતુ તે ભારત પરત ફર્યા બાદ રહાણેએ તેની કેપ્ટનશિપમાં બંને પર ભરોસો જાળવી રાખ્યો હતો.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. મેચ જીતવા ઓસ્ટ્રેલિયાએ આપેલા 406 રનના લક્ષ્યાંક સામે ભારતે 5 વિકેટના નુકસાન પર 334 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 161 બોલમાં 23 રન અને અશ્વિન 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. પુજારાની વિકેટ પડ્યા બાદ આ બંનેએ ઓસ્ટ્રેલિયાના બોલર્સનો મક્કમ રીતે સામનો કર્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયા જીતથી વંચિત રહ્યું હતું અને મેચ ડ્રો થઈ હતી.
આ મેચના અસલી હીરો હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન રહ્યા હતા. કોહલી આ બંને ખેલાડીને ટીમમાંથી દૂર કરવા માંગતો હતો, પરંતુ તે ભારત પરત ફર્યા બાદ રહાણેએ તેની કેપ્ટનશિપમાં બંને પર ભરોસો જાળવી રાખ્યો હતો. આજે આ બંનેએ 42 ઓવર બેટિંગ કરી હતી. જેમાં તેમણે માત્ર 62 રનની પાર્ટનરશિપ કરી હતી અને વિકેટ બચાવીને મેચ ડ્રો કરાવી હતી. હાલ ચાર મેચની સીરિઝ 1-1થી બરાબર છે. ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસબેનમાં રમાશે.
ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 97 રન બનાવ્યા હતા. પુજારાએ 77 રન બનાવ્યા હતા. પુજારા-પંતે ચોથી વિકેટ માટે 148 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 52 રનનું યોગદાન આપ્યું હતું.
કેવો રહ્યો ચોથો દિવસ
ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. ભારતને મેચ જીતવા 309 રનની અને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટની જરૂર હતી. રોહિત શર્માએ 52 રન અને ગિલે 31 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 71 રનની પાર્ટનરશિપ કરી હતી.
ચોથા દિવસે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો. લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.
ત્રીજા દિવસે ભારત બેકફૂટ પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 197 રન થઈ ગઈ છે. લાબુશાને 47 અને સ્મિથ 29 રને રમતમાં હતા. ભારત તરફથી અશ્વિન અને સિરાજને 1-1 વિકેટ મળી હતી. ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા. પુજારાએ લડાયક 50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી.
આવો રહ્યો બીજો દિવસ
બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સર્વાધિક 131 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. માર્નસ લાબુશાનેએ 91 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 232 રન હતો ત્યારે મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું પરંતુ જાડેજા અને બુમરાહે ભારતને વાપસી કરાવી હતી. જાડેજાએ 62 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જે તેનો વિદેશમાં ત્રીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત બુકમાહે 66 રનમાં 2, નવદીપ સૈનીએ 65 રનમાં 2 અને મોહમ્મદ સિરાજે 67 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અશ્વિનને વિકેટ મળી નહોતી.
પ્રથમ દિવસે માત્ર 55 ઓવરની રમત શક્ય બની
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા.
ભારતીય ટીમ
શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement