શોધખોળ કરો
India Wins Gabba Test: પંત 2018ની સીરિઝની જીતનો હીરો હતો ને 2021ની જીતનો પણ હીરો, જાણો 2018માં શું કરેલું પરાક્રમ ?
ભારતની આ મેચનો હીરો પંત રહ્યો હતો. તેણે બેટિંગ આવવાની સાથે સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું અને છેલ્લે ચોગ્ગો મારીને મેચ જીતાડી હતી.

બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે લડાયક બેટિંગ કરીને ટેસ્ટ મેચ જીતી હતી. 328 રનનો ટાર્ગેટ ભારતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. મેચ જીતવાની સાથે જ ભારતે શ્રેણી પર 2-1થી કબજો કર્યો હતો. આ સાથે ભારતે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારત તરફથી રિષભ પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારતની આ મેચનો હીરો પંત રહ્યો હતો. તેણે બેટિંગ આવવાની સાથે સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું અને છેલ્લે ચોગ્ગો મારીને મેચ જીતાડી હતી. ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું, જ્યારે બીજી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો અને ત્રીજી ટેસ્ટ ડ્રો ગઈ હતી. આ પહેલા 2018માં પણ પંત ઓસ્ટ્રેલિયા સામે હીરો રહ્યો હતો. ડિસેમ્બર 2018માં એક ટેસ્ટમાં તેણે 11 કેચ પકડીને રેકોર્ડ બનાવ્યો હતચો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં સદી મારનારો ભારતનો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બન્યો હતો.
વધુ વાંચો




















