શોધખોળ કરો
Advertisement
રોહિત શર્મા આવતાં જ આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરનું વાઇસ કેપ્ટન પદ છીનવાયું, જાણો વિગત
નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત આવ્યા બાદ અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન બન્યા હતા ત્યારે મેલબર્નમાં રમાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં પૂજારાને ઉપકેપ્ટન બનાવાયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ચેતેશ્વર પુજારાની જગ્યાએ શુક્રવારે પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન બનાવવામાં આવ્યા છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત આવ્યા બાદ અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન બન્યા હતા ત્યારે મેલબર્નમાં રમાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં પૂજારાને ઉપકેપ્ટન બનાવાયો હતો. રોહિત શર્માને ટેસ્ટમાં વાઇસ કેપ્ટન બનાવતાં ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા પાસેથી વાઇસ કેપ્ટનશિપ છીનવાઈ છે.
ટીમ મેનેજમેન્ટે અગાઉથી જ નિર્ણય કર્યો હતો કે રોહિત ફિટ થઈને ટીમમાં જોડાશે તો તેને ઉપકેપ્ટન બનાવાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના ઉપકેપ્ટનને લઈને કોઈ શંકા નહોતી, હંમેશા રોહિત જ હતો અને પુજારાને આ જવાબદારી ત્યાં સુધી સોંપવામાં આવી હતી જ્યાર સુધી રોહિત ટીમ સાથે નથી જોડાતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “રોહિત લાંબા સમયથી સીમિત ઓવરોની ફોર્મેટમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે. એવામાં એ જાહેર છે કે વિરાટની ગેરહાજરીમાં તે ટીમનું નેતૃત્વ સમૂહનો હિસ્સો રહેશે.” રોહિત સિડનીમાં 14 દિવસના ક્વોરન્ટાઈન પિરિયડ બાદ બુધવારે મેલબર્નમાં ભારતીય ટીમ સાથે જોડાયો હતો.
7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે રોહિતે ગુરુવારથી પ્રેક્ટિસ કરવાનું શુરુ કરી દીધું છે. રોહિતે 32 ટેસ્ટમાં 46ની એવરેજથી 2141 રન બનાવ્યા છે.
રાશિફળ 2 જાન્યુઆરીઃ આ રાશિના જાતકોને થઈ શકે છે નુકશાન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement