શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા 1992ના વર્લ્ડકપ જેવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે, નવી જર્સી પહેરીને કયા ખેલાડીએ શેર કરી સેલ્ફી, જુઓ તસવીર
ખાસ વાત છે કે આ નવી જર્સીની સાથે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 1992ની યાદ આવી જાય છે. ભારતીય ટીમ 1992ના વર્લ્ડકપમાં કંઇક આ પ્રકારની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, ટીમ ઇન્ડિયા 27 નવેમ્બરતી ત્રણ મેચોની વનડે સીરીઝ, ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પહેલા ખબર આવી હતી કે ટીમ ઇન્ડિયા નવી જર્સી સાથે દેખાઇ શકે છે. હવે ખબર એકદમ સાચી સાબિત થઇ છે, ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને નવી જર્સી સાથે સેલ્ફી શેર કરી છે.
શિખર ધવને સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની નવી જર્સી પહેરેલી સેલ્ફી શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. ખાસ વાત છે કે આ નવી જર્સીની સાથે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 1992ની યાદ આવી જાય છે. ભારતીય ટીમ 1992ના વર્લ્ડકપમાં કંઇક આ પ્રકારની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી.
ધવને તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- નવી જર્સી, નવેસરથી પ્રેરણા. જવા માટે તૈયાર. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગબ્બર પોતાના જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે, આઇપીએલમાં પણ ધવને ફરી એકવાર પોતાનો દમખમ બતાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાની નવી જર્સીની વાત કરીએ તો જર્સીનો રંગ ગાટો વાદળી છે, જર્સીની સાથે લૉઅર પણ આ કલરનુ છે. બન્ને ખભા પર પર્પલ, લીલા, સફેદ કલરની પટ્ટીઓ છે. ડાબી બાજુ ઉપરની બાજુએ બીસીસીઆઇનો લૉગો છે, જમણી બાજુ બાયજૂ લખેલુ છે.
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે.
પ્રતિકાત્મક તસવીર
ઓસ્ટ્રેલિયા પ્રવાસનુ ફૂલ શિડ્યૂલ......
વનડે સીરીઝ
પહેલી વનડે- 27 નવેમ્બર, સિડની
બીજી વનડે- 29 નવેમ્બર, સિડની
ત્રીજી વનડે- 1 ડિસેમ્બર, માનુકા ઓવલ
ટી-20 સીરીઝ
પહેલી મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની
ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની
ટેસ્ટ સીરીઝ
પહેલી ટેસ્ટ- 17-21 ડિસેમ્બર, એડિલેડ
બીજી ટેસ્ટ- 26-31 ડિસેમ્બર, મેલબોર્ન
ત્રીજી ટેસ્ટ- 7-11 જાન્યુઆરી, સિડની
ચોથી ટેસ્ટ- 15-19 જાન્યુઆરી, બ્રિસ્બેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion