(Source: Poll of Polls)
IND vs AUS: વર્લ્ડકપ બાદ ફરી ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, જાણો કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ અને ક્યાં જોશો સ્ટ્રિમિંગ
India vs Australia T20 Series: કેપ્ટન સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તે વર્લ્ડ કપ 2023માં કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે ટીમ મેનેજમેન્ટે હજુ પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
India vs Australia, T20 Series: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ફરી એક બીજા સામે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી પાંચ મેચની T20 સિરીઝ (T20 Series) રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં (Visakhapatnam) યોજાશે.ભારતે આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) કેપ્ટન બનાવ્યો છે. આ સાથે આખી ટીમ (Team India) બદલાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ આ શ્રેણીમાં મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે.
આ વખતે ટીમ ઈન્ડિયાની જવાબદારી યુવાઓના ખભા પર હશે. ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા અને શિવમ દુબેને ટીમમાં સ્થાન આપ્યું છે. યશસ્વીએ ડોમેસ્ટિક મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તિલક વર્માએ પણ ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તે વર્લ્ડ કપ 2023માં કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે ટીમ મેનેજમેન્ટે હજુ પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ટેલિવિઝન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણીનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ પર ક્યાં જોવું?
તમે Jio સિનેમા એપ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણીનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
શું કહે છે પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમમાં રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમની પીચ સંતુલિત છે, જ્યાં બેટ્સમેન અને બોલરો બંને માટે વધારે મુશ્કેલી નથી. આ સાથે, પેસર અને સ્પિનર્સ બંનેને પીચ પર મદદ મળે છે. જો કે, અહીં રનનો પીછો કરવો વધુ સારું છે કારણ કે પાછળથી બેટિંગ કરનારી ટીમ 67 ટકા મેચો જીતે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ/આવેશ ખાન, મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.