IND vs AUS U19 Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ, જાણો ક્યા જોવા મળશે લાઈવ સ્ટ્રીમિંગ
IND vs AUS Final, U19 World Cup 2024: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો 11 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
![IND vs AUS U19 Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ, જાણો ક્યા જોવા મળશે લાઈવ સ્ટ્રીમિંગ India vs Australia U19 Cricket World Cup Final 2024 Date Time Live Streaming Telecast Squads All Details IND vs AUS U19 Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ, જાણો ક્યા જોવા મળશે લાઈવ સ્ટ્રીમિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/c2be8deb8d831acf34aef55e7a8811b31707479461972397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS Final, U19 World Cup 2024: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો 11 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે બંને ટીમો ટાઈટલ માટે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ભારતીય ટીમ રેકોર્ડ 5 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.
Stage set for a cracking Sunday Final in the #U19WorldCup! 🏟️
— BCCI (@BCCI) February 8, 2024
India 🆚 Australia
Follow the match on https://t.co/Z3MPyeL1t7 and the official BCCI App 📱#BoysInBlue | #TeamIndia | #INDvAUS pic.twitter.com/lwJ4ag4wOc
તમે લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો?
ભારતીય ચાહકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશે. આ સિવાય તમે Disney Plus Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે Disney Plus Hotstar પર અન્ય ઘણી ભાષાઓમાં ટાઇટલ મેચનો આનંદ માણી શકશો. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની સફર કેવી રહી?
ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, આયરલેન્ડ, અમેરિકા, ન્યુઝીલેન્ડ, નેપાળ અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની સતત 6 મેચ જીતી છે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 48.5 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 9 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.
રોમાંચક સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા અંડર-19 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાઈ હતી. આ એક રોમાંચક મેચ હતી કારણ કે તે છેલ્લી ઓવર સુધી ચાલી હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી અને પાકિસ્તાનને એક વિકેટની જરૂર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રાલ્ફ મેકમિલને ચોગ્ગો ફટકારીને ઓસ્ટ્રેલિયાને ફાઈનલની ટિકિટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં કાંગારૂ ટીમનો સામનો ભારત સામે થવાનો છે. આ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીએ રમાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)