શોધખોળ કરો
Advertisement
INDvBAN: બાંગ્લાદેશ પર ભવ્ય જીત બાદ ઈશાંતે શમીને પૂછ્યું- વિકેટ લેવા શું ખાય છે ? મળ્યો આવો શાનદાર જવાબ
ઈશાંતે મજાકમાં હસતા હસતા કહ્યું, હું શમીને પૂછું છું તું એવું શું કરી રહ્યો છે કે જ્યારે બોલ પેડ પર લાગે તો પણ વિકેટ મળે છે. બેટ્સમેન પુલ મારે તો પણ આઉટ થઈ જાય છે. અમને પણ જણાવ કે એવું શું કરી રહ્યો છે.
ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે. મેચમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માની જોડીએ 14 વિકેટ ઝડપી હતી.
મેચ બાદ હર્ષા ભોગલે સાથે વતા ઈશાંત શર્માએ કહ્યું કે, હાલ શમી જે કરી રહ્યો છે તેના પર વિકેટ લીધી. ઈશાંતે મજાકમાં હસતા હસતા કહ્યું, હું શમીને પૂછું છું તું એવું શું કરી રહ્યો છે કે જ્યારે બોલ પેડ પર લાગે તો પણ વિકેટ મળે છે. બેટ્સમેન પુલ મારે તો પણ આઉટ થઈ જાય છે. અમને પણ જણાવ કે એવું શું કરી રહ્યો છે.
ઈશાંતની આ મજાક પર શમીએ કહ્યું, હું કોચ અને કેપ્ટન તરફથી ફ્રી છું તે મારા દિમાગમાં રહે છે. બાકી તમે લોકો પણ મને ફ્રી રહેવા દો છો અને વધારે વિચારવા નથી દેતા. ટેસ્ટ મેચમાં જે કરવું જોઈએ તે કરી રહ્યો છું. હું સારી લેન્થ પર બોલ રાખું છું અને તમે લોકો મારું કામ સરળ કરી દો છો.
જે બાદ ઈશાંતે કહ્યું, અમે પણ તેમ કરીએ છીએ. અમે પૂછી કઈંક રહ્યા છીએ અને જવાબ તું બીજા આપી રહ્યો છે. અમે પણ ગુડ લેન્થ બોલિંગ કરીએ છીએ પરંતુ તું મારે છે તો પેડ પર વાગે છે અને અમે મારીઓ તો મિસ થઈ જાય છે, આવું કેમ? શમીએ હસતા કહ્યું, જુઓ લોકોનું કહેવું છે કે બિરયાનીનો કમાલ છે અને તે સિવાય મારા પર અલ્લાહની મહેરબાની છે.
INDvBAN: પ્રથમ ટેસ્ટમાં ભારતની ભવ્ય જીતના આ ખેલાડી રહ્યા હીરો કોહલીએ કહ્યું, કોઈપણ પીચ પર અમારા ફાસ્ટ બોલર વિરોધી ટીમના બેટ્સમેનોના છોડાવી શકે છે છક્કા સાવરકુંડલા, જૂનાગઢમાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી મુશ્કેલીAhead of the pink ball Test, Ishant Sharma seeks advice from Mohammed Shami. Funny banter between the two 😀
Full interview 👉👉https://t.co/hq1gKfhVIP pic.twitter.com/BcbzOmVKlm — BCCI (@BCCI) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement