શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v BAN પ્રથમ ટેસ્ટઃ અશ્વિનનું મોટું કારનામું, આ સિદ્ધી મેળવનારો બન્યો ત્રીજો ભારતીય બોલર
અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન મોમીનુલ હકને 37 રનના અંગત સ્કોરે બોલ્ડ કરતાની સાથે જ એક અનોખી સિદ્ધી મેળવી હતી. અશ્વિન ઘરઆંગણે 250 વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બન્યો હતો.
ઈન્દોરઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન મોમીનુલ હકને 37 રનના અંગત સ્કોરે બોલ્ડ કરતાની સાથે જ એક અનોખી સિદ્ધી મેળવી હતી. અશ્વિન ઘરઆંગણે 250 વિકેટ લેનારો ભારતનો ત્રીજો બોલર બન્યો હતો.
અશ્વિનની પહેલા અનિલ કુંબલે અને હરભજન સિંહ આ કારનામું કરી ચુક્યા છે. કુંબલે 350 અને હરભજન 265 વિકેટ ઝડપી ચુક્યા છે. જ્યારે અશ્વિનની ઘરઆંગણે 249 વિકેટ છે. હાલ અશ્વિન ભારતીય બોલર્સ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં ચોથા નંબર પર છે.
અશ્વિને ઘરઆંગણે 42મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. શ્રીલંકાના મહાન સ્પિનર મુરલીધરને પણ ઘરઆંગણે 42મી ટેસ્ટ રમતા આ સિદ્ધી મેળવી હતી. ભારતના અનિલ કુંબલેએ ઘરઆંગણે 43મી ટેસ્ટમાં 250મી વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર્સમાં કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, 434 વિકેટ સાથે કપિલ દેવ બીજા, 417 વિકેટ સાથે હરભજન ત્રીજા અને 357 વિકેટ સાથે અશ્વિન ચોથા નંબર પર છે. રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફગાવી પુનર્વિચાર અરજી પત્નીને બહાર હતું લફરું, એન્જિનિયર પતિને ખબર પડી તો ભર્યું આ ચોંકાવનારું પગલું ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની થાય છે આવી ભૂંડી હાલત, જુઓ 2018થી લઈ અત્યાર સુધીના આંકડાMominul Haque becomes R Ashwin's 250th Test victim at home!
The Bangladesh skipper is clean bowled for 37. FOLLOW #INDvBAN live ???? https://t.co/mHaYgJlrF1 pic.twitter.com/s71VYC5Mom — ICC (@ICC) November 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion