શોધખોળ કરો

મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર

india vs england odi ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 16 જુલાઈએ રમાનારી 2જી મેચ બપોરે નહીં પણ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે, જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ મેચ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં 1-0થી આગળ.
  • બીજી વનડે ગુરુવારે કાર્ડિફમાં સાંજે 5:30 વાગ્યે થશે.
  • પ્રથમ વનડે ભારતે ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીતી.
  • અક્ષર, ગિલ અને સુંદરે જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

india vs england odi: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે સિરીઝમાં અત્યારે ટીમ ઇન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને સિરીઝમાં 1-0 થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે આવતીકાલે એટલે કે ગુરુવાર, 16 જુલાઈના રોજ 2જી વનડે મેચ રમાવા જઈ રહી છે. જો તમે પણ ક્રિકેટના આશિક છો, તો તમારે આ મેચ જોવા માટે મોડે સુધી જાગવાની તૈયારી રાખવી પડશે, કારણ કે 1લી મેચની સરખામણીમાં આ 2જી વનડે મેચના સમયમાં બોર્ડ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે એજબેસ્ટન ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 1લી વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ, કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી 2જી વનડેનો સમય સાવ અલગ છે. આ મેચ માટે ભારતીય સમય અનુસાર સાંજે 5:00 વાગ્યે ટોસ ઉછળશે અને મેચનો અસલી રોમાંચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે ટીવી પર સોની સ્પોર્ટ્સ (Sony Sports) ચેનલ્સ પર જોઈ શકશો, જ્યારે મોબાઈલ પર મેચ જોનારા દર્શકો માટે જિયોસ્ટાર (JioStar) પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

1લી વનડેમાં ભારતે મેળવી હતી શાનદાર જીત

અગાઉ ટી20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ 1લી વનડેમાં જોરદાર વાપસી કરીને 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. એજબેસ્ટનમાં રમાયેલી તે મેચમાં પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવર પણ પૂરી રમી શકી ન હતી અને માત્ર 258 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 76 અને 8મા ક્રમે બેટિંગ કરવા આવેલા લિયામ ડોસને 68 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે કમાલની બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન

જવાબમાં ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆતમાં જ 2 મોટી વિકેટો પડી ગઈ હતી. વિરાટ કોહલી માત્ર 5 રન અને રોહિત શર્મા 11 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યારબાદ શુભમન ગિલે 80 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલ (અણનમ 57) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 52) એ મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને માત્ર 4 વિકેટના નુકસાને 46મી ઓવરમાં જ ટીમને જીત અપાવી દીધી હતી. હવે ભારતીય ટીમની નજર ગુરુવારે 2જી વનડે જીતીને સિરીઝ પર કબ્જો જમાવવા પર રહેશે.

આ પણ વાંચોઃ શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

Frequently Asked Questions

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ ક્યારે અને કયા સમયે રમાશે?

બીજી વનડે મેચ ગુરુવાર, 16 જુલાઈના રોજ રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 5:00 વાગ્યે ટોસ થશે અને મેચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ ક્યાં જોઈ શકાય છે?

આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી પર સોની સ્પોર્ટ્સ ચેનલ્સ પર થશે. મોબાઈલ પર દર્શકો જિયોસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

પ્રથમ વનડે મેચમાં કઈ ટીમે જીત મેળવી હતી અને કેટલા રનથી?

પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ થયું હતું, જે ટાર્ગેટ ભારતે 4 વિકેટે ચેઝ કર્યો હતો.

પ્રથમ વનડેમાં ભારત તરફથી કયા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું?

ભારતીય ટીમ તરફથી અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં શુભમન ગિલે 80, અક્ષર પટેલે અણનમ 57 અને વોશિંગ્ટન સુંદરે અણનમ 52 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Advertisement

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget