IND vs ENG 2nd T20: જીતના ઈરાદે મેદાન પર ઉતરશે વિરાટ સેના, આવી હોઈ શકે છે બંને ટીમોની Playing XI
India vs England 2nd T20: પ્રથમ T-20માં રોહિત શર્માની જગ્યાએ શિખર ધવનને રમતાં જોઈને મોટાભાગના ફેન્સને આશ્ચર્ય થયું હતું. ટોસ વખતે વિરાટ કોહલીએ ક્લિયર કર્યું કે રોહિતને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે પણ પહેલી મેચમા હાર પછી રોહિતની ટીમમાં વાપસી નક્કી મનાય છે.
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટી-20 મેચની 0 શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમમાં પહેલી મેચ હારનારી ટીમમાં ત્રણ ફેરફાર કરાશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે.
ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના મુકાબલાની વાત કરીએ તો બંને ટીમો આ ફોર્મેટમાં અત્યાર સુધી 15 વાર સામ-સામે આવી ચુકી છે. આમાં ઇંગ્લેન્ડે આઠ મેચ જીતી છે, જ્યારે ભારતે સાત મેચ જીતી છે. ભારતીય જમીન પર બંને ટીમોની સાત વખત ટક્કર થઈ છે. જેમાં ઇંગ્લેન્ડે ચાર મેચ જીતી છે જ્યારે ભારતે ત્રવખત વિજેતા બન્યું છે.
શિખર ધવન અને અક્ષર પટેલની જગાએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને ટીમમાં લેવાય તેવી શક્યતા છે. બીજી તરફ વોશિંગ્ટન સુંદરની જગાએ નવદીપ સૈનીને સ્થાન મળશે. પહેલી મેચમાં બીજી ઇનિંગ્સમાં સ્પિનર્સ માટે એક્યુરેટ બોલિંગ કરવી અઘરી પડી હતી તેથી ટીમ ઇન્ડિયા ત્રણની જગ્યા બે સ્પિનર્સ સાથે રમે તેવી સંભાવના વધારે છે. આ સંજોગોમાં વોશિંગ્ટન સૂંદરને બહાર બેસાડી નવદીપ સૈનીને તક આપવામાં આવશે. આ ફેરફારો કરવાથી ટીમની બેટિંગ ડેપ્થ ઘટશે.
પ્રથમ T-20માં રોહિત શર્માની જગ્યાએ શિખર ધવનને રમતાં જોઈને મોટાભાગના ફેન્સને આશ્ચર્ય થયું હતું. ટોસ વખતે વિરાટ કોહલીએ ક્લિયર કર્યું કે રોહિતને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે પણ પહેલી મેચમા હાર પછી રોહિતની ટીમમાં વાપસી નક્કી મનાય છે. શિખર ધવને 12 બોલમાં માત્ર 4 રન કરીને ટીમ પર દબાણ વધાર્યું હતું. વિરાટ કોહલી ઋષભ પંતને ચોથા ક્રમે રમાડવાનમા બદલે હાર્દિક પંડ્યા અથવા શ્રેયસ ઐયરને પ્રમોશન આપે તેની પણ શક્યતા છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ/શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, નવદીપ સૈની, યુઝવેંદ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર
ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જેસન રોય, જોસ બટલર (વિકેટકીપર), ડેવિડ મલાન, જોની બેરસ્ટો, ઇઓન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, સેમ ક્યુરન, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, માર્ક વુડ અને જોફ્રા આર્ચર.