(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: આજે બીજી ટી-20માં ટીમ ઈન્ડિયામાં ક્યા ત્રણ ફેરફાર કરાશે ? ક્યા 3 ખેલાડીને કાઢીને કોને તક આપવામાં આવશે ?
India vs England 2nd T20 Update: વિરાટ કોહલી ઋષભ પંતને ચોથા ક્રમે રમાડવાનમા બદલે હાર્દિક પંડ્યા અથવા શ્રેયસ ઐયરને પ્રમોશન આપે તેની પણ શક્યતા છે.
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટી-20 મેચની 0 શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારતીય ટીમમાં પહેલી મેચ હારનારી ટીમમાં ત્રણ ફેરફાર કરાશે. શિખર ધવન અને અક્ષર પટેલની જગાએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને ટીમમાં લેવાય તેવી શક્યતા છે. બીજી તરફ વોશિંગ્ટન સુંદરની જગાએ નવદીપ સૈનીને સ્થાન મળશે.
પહેલી મેચમાં બીજી ઇનિંગ્સમાં સ્પિનર્સ માટે એક્યુરેટ બોલિંગ કરવી અઘરી પડી હતી તેથી ટીમ ઇન્ડિયા ત્રણની જગ્યા બે સ્પિનર્સ સાથે રમે તેવી સંભાવના વધારે છે. આ સંજોગોમાં વોશિંગ્ટન સૂંદરને બહાર બેસાડી નવદીપ સૈનીને તક આપવામાં આવશે. આ ફેરફારો કરવાથી ટીમની બેટિંગ ડેપ્થ ઘટશે.
પ્રથમ T-20માં રોહિત શર્માની જગ્યાએ શિખર ધવનને રમતાં જોઈને મોટાભાગના ફેન્સને આશ્ચર્ય થયું હતું. ટોસ વખતે વિરાટ કોહલીએ ક્લિયર કર્યું કે રોહિતને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે પણ પહેલી મેચમા હાર પછી રોહિતની ટીમમાં વાપસી નક્કી મનાય છે. શિખર ધવને 12 બોલમાં માત્ર 4 રન કરીને ટીમ પર દબાણ વધાર્યું હતું.
વિરાટ કોહલી ઋષભ પંતને ચોથા ક્રમે રમાડવાનમા બદલે હાર્દિક પંડ્યા અથવા શ્રેયસ ઐયરને પ્રમોશન આપે તેની પણ શક્યતા છે.